બોરીદ્રા ગામે મારામારીમાં મોતની ઘટનામાં ચાર આરોપીની ધરપકડ
-મૃતકના ભાઈએ 6 આરોપીઓના નામજોગ તથા અન્ય 5 થી 6 ઈસમો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી
ઝઘડિયા તા.27 જુલાઇ 2019 શનિવાર
ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે ગત ૨૫મી ના રોજ જુના પ્રેમસંબંર્ં હોવાને અદાવત ધરોલી ગામના યુવકને બોરિદ્રના યુવકો દ્વારા માર મારતા સારવાર દરમિયાનં તેનું મૌત થયું હતું, ઝઘડિયા પોલીસે ૬ ઈસમો સહીત અન્ય પાંચ થી છ ઈસમો વિરૃદ્ધ ફરિયાદ નાધી હતી જેમાં પોલીસ દ્વારા આજે ૪ આરોપીઓની ધરપકડ કરી છે.
ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે ગત 25.7.19 ના રોજ ધારોલીના ફૈઝ કુરેશી નામનો યુવાન તેના મિત્ર સાથે ભરૃચથી વાયા ગોવાલી, બોરીદ્રા થઇધારોલી આવતો હતો, બોરીદ્રા શાળા પાસે તેને બોરીદ્રા ગામની યુવતી સાથે પ્રેમસંબંધહોવાની અદાવતે કેટલાક યુવાનોએ ઘાતક હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો જેમાં તેનું સુરત ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું જેમાં ફૈઝ કુરેશીના ભાઈ સૈફ કુરેશીએ 6 ઈસમોની નામજોગ અને અન્ય 5 થી 6 ઈસમો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઘટનાના ત્રીજા દિવસે ઝઘડિયા પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે, પોલીસ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં (1) અજિત ઉર્ફે અજય પંકજ વસાવા (2) વિનીત ઉર્ફે વિનય રસિક વસાવા (3) દિનેશ દેવા અનોપ વસાવા (4) અક્ષય ગણપત સરાધ વસાવા તમામ રહેવાશી બોરીદ્રા તા. ઝઘડિયાનો સમાવેશ થાય છે.