અંકલેશ્વરમાં કોરોનાના પાંચ દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપી
અંક્લેશ્વર તા.29 મે 2020 શુક્રવાર
અંકલેશ્વરની કોવિડ - 19 જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોનાને માત આપીને પાંચ દર્દીઓ સ્વસ્થ થયા હતા અને હોસ્પિટલમાંથી તેમને તાળીઓનાં અભિવાદન સાથે વિદાય આપી હતી. હવે માત્ર એક બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
અંકલેશ્વરનાં સ્પેશિયલ કોવિડ - 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પાંચ દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો હતો .હોસ્પિટલ માંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા .આ સમયે તેઓની તંદુરસ્તી અર્થે હોસ્પિટલનાં સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી .તાળીઓ નાં અભિવાદન સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.
કોવિડ -19 હોસ્પિટલ માંથી પીરામણ ગામની હેપ્પી નગર માં રહેતા માતાપુત્રી શાહિદા ખાતુન અબ્દુલહસન ચૌધરી ઉ.વ40 , ઇરામ અબ્દુલ ચૌધરી ઉ.વ.13, સોનાલી એસ. પાટીલ ઉ.વ.26 , રહે કુમકુમ બંગ્લોઝ કોસમડી , અંકલેશ્વર , વૈજનાથ ઝા ઉ.વ. ૩૩ રહેવાશી રંગ ઉપવન સોસાયટી , ચાવજ , ભjtચ તેમજ રાજેશ ભગવાનસિંહ રાજપૂત ઉ.વ.46 રહેવાશી બોરભાઠા બેટ , મક્તમપુર , ભરૃચને રજા આપી હતી.
ભરૃચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 38 પર પહોંચી છે, ૩ લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો સાજા થતા તેઓને રજા આપી છે.હાલ માં માત્ર એક 6 વર્ષનું બાળક કોવિડ -19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
-અંકલેશ્વરમાં 6 વર્ષનું બાળક કોરોના સંક્રમિત થતા સારવાર હેઠળ
અંક્લેશ્વર
અંકલેશ્વરનાં મહાવીર ટર્નીંગ પાસેની તીર્થ નગર સોસાયટીમાં અમદાવાદથી આવેલા એક 6 વર્ષના બાળક નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેને સારવાર અર્થે કોવિડ - 19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેના પરિવારજનોને સુરક્ષિત આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા.
અંકલેશ્વર મહાવીર ટર્નિગ પાસેની તીર્થ નગરમાં રહેતો પરિવાર લોકડાઉનમાં અમદાવાદમાં ફસાય ગયો હતો.અંકલેશ્વર પરત ફર્યા બાદ તેમની જરૃરી તબીબી ચકાસણી કરી હતી. જેમાં 6 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સંક્રમિત બાળકને કોવિડ -19 જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
તેના પિતાને ગડખોલ આરોગ્ય કેન્દ્રનાં આઇસોલેશન વોર્ડમાં રાખ્યા છે.તેની માતા પુત્ર સાથે હોવાનું જાણવા મળ્યુ હતી. તીર્થ નગરમાં તંત્ર દ્વારા જરૃરી સેનેટાઇઝેશન કર્યું હતુ. આ વિસ્તારને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે.