ડહેલી ગામે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા -ત્રણ ફરાર
વાલિયા તા.14 ડિસેમ્બર 2019 શનિવાર
વાલિયા પોલીસે ડહેલી ગામે જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડી 18 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાલિયા તાલુકાના ડહેલી ગામે કિમ નદીના કિનારા પાસે જુગાર રમાય રહ્યો હોવાની બાતમી વાલિયા પોલીસને મળતા પોલીસે રેડ કરતા જુગાર રમતા ,શૈલેષ સુકા વસાવા ,ચંદુ કરશન મકવાણા ,દિલીપ ગેમલ વસાવા,શાંતિલાલ નાનુ વસાવા,અને ખુમાન રૂપસીંગ વસાવાને ઝડપી પાડયા હતા.
જયારે નાનુ રાયસીંગ વસાવા,રતિલાલ મોતી વસાવા અને પિન્ટુ રવિલાલ વસાવા ફરાર થઇ ગયા હતા.પોલીસે રોકડા રૃપિયા ૮ હજાર ૩૦૦ અને બે નંગ મોબાઈલ મળી કુલ 18 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.