Get The App

1962 એનિમલ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને મળ્યો પ્રથમ કેસ

ટ્રેનની અડફેટે આવેલા શ્વાનને સારવાર અપાઈ

Updated: Nov 26th, 2021

GS TEAM

Google News
Google News

ભરૂચ: જીવદયાની ભાવના સાથે ગુજરાત સરકાર દ્વારા એનિમલ ઈમરજન્સી સેવા શરૂ કરી છે.  તેના માટે 1962 ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. આજે પ્રથમ કેસ સામે આવ્યો હતો. ભરૂચ રેલવે સ્ટેશન પર કુતરો ટ્રેનની અડફેટે આવી ગયો હતો.તેને ગંભીર ઈજા પહોંચતા સંગીતાબેન નામની મહિલાએ 1962 ઈમરજન્સી સેવાને કોલ કર્યો હતો. કોલ આવતા જ ડોક્ટર નિરવ અને પાઈલોટ હિમંતસિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પ્રથમ કેસમાં 1962ની ટીમે ત્વરીત સારવાર આપતાં કુતરાનો જીવ બચી ગયો હતો.