ભરૂચના દાંડિયા બજારમાં રાત્રે પાર્ક કરેલી ત્રણ બાઇકમાં આગ
-બાઇક કેવી રીતે સળગી તેનું કારણ અંકબંધ
ભરૂચ તા.10 ફેબ્રુઆરી 2020 સાેમવાર
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી ત્રણ બાઇકમાં આગચંપીથી પંથકમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. બાઇકમાં આગ લાગતા આસપાસના રહીશો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો.
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ એક પછી એક બની રહી છે બીજી બાજુ ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રાત્રે ઘરઆંગણે પાર્ક કરેલી ત્રણ બાઇકને કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ મોડી આગ ચંપી કરી સળગાવી દેવાતા લોકો દોડધામ મચી જવા પામી હતી. મધ્ય રાત્રે આગચપી થી દોડી આવેલા લોકોએ નિંદ્રાધીન લોકોને ઉથડવા સાથે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.આગમાં ત્રણે ત્રણ બાઇક સળગીને ખાખ થઈ ગઈ હતી. જેના પગલે લોકો માં આક્રોશ જોવા મળી રહ્યો હતો.
બાઇક સળગાવી દેવાની ઘટનાને લઇ ત્રણે બાઇકના ચાલકોએ ઓ સામાજિક તત્વો સામે પગલાં ભરવાની માંગ સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આગચંપી પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ તેની ચર્ચા ઉથવા પામી છે.
દાંડિયા બજાર વિસ્તારમાં પોલીસ નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે કારણકે દાંડિયા બજારમાં વાહનો સળગાવી દેવાની ઘટના બાદ લોકોમાં દહેશત પ્રસરી જવા પામી છે.પોતાના વાહનો ક્યાં પાર્ક કરવા તેની મુંઝવણ અનુભવી રહ્યા છે.