Get The App

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડેનો ફાર્મા કંપનીમાં આગ

-અડધો કલાકની જહેમત બાદ ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો

Updated: Feb 3rd, 2020

GS TEAM

Google News
Google News
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડેનો ફાર્મા કંપનીમાં આગ 1 - image

 અંક્લેશ્વર તા.3 ફેબ્રુઆરી 2020 સાેમવાર

 અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડેનો ફાર્મા કેમિકલ્સ પ્રા.લી કંપનીમાં સવાર રાસાયણીક પ્રક્રિયા દરમ્યાન અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. 

અંકલેશ્વર ઉદ્યોગ નગરીનાં પ્લોટ નંબર 7131  ખાતેની ડેનો ફાર્મા કેમિકલ્સ પ્રા.લી કંપનીમાં ફાર્મા પ્લાન્ટમાં રાસાયણીક પ્રક્રિયા દરમ્યાન  અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે કંપનીમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.બનાવની જાણ કંપની સત્તાધીશો દ્વારા અંકલેશ્વર નોટિફાઈટ એરિયાનાં ડીપીએમસી ફાયર સ્ટેશનમાં  કરવામાં આવતા 6 જેટલા ફાયર ટેન્ડરો સાથે લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા, અને આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. 

ફાયર ફાયટરોએ આગ પર સતત ફાયર ફાઇટીંગ ફોર્મનો મારો ચલાવીને આશરે અડધો કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. આગને કારણે સદ્દનસીબે કોઇ જાનહાની સર્જાઈ ન હતી. જોકે આ ઘટના નાં  પગલે ઉદ્યોગ મંડળનાં પ્રતિનિધિઓ અને અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ  ઘટના સ્થળે પહોંચી  કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૃપ થઈ હતી. આગ કયા કારણોસર લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. 

Tags :