અંકલેશ્વરમાં વરસાદી વિઘ્ન સાથે નવરાત્રી મહોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ
-હવામાન ખાતાની આગાહીથી આયોજકામાં ચિંતાઃખાણી પીણીનાં સ્ટોલ ધારકેા મુંજવણમાં મુકાયા
અંક્લેશ્વર તા.27 સપ્ટેમ્બર 2019 શુક્રવાર
અંકલેશ્વરમાં વરસાદી માહોલ સાથે નવરાત્રી મહોત્સવની અંતિમ તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે. અને ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણીથી ખેલૈયાઓ ને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
અંકલેશ્વર શહેરનાં ગુંજ સાશ્યલ ગૃપ,જીઆઇડીસીમાં શ્રી યુવા મિત્રમંડળ, નવદુર્ગા યુવક મંડળ,જીઆઇડીસી સાંસ્કૃતિક મંડળ,સહિત ગાર્ડન સીટી ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યુ છે.
અંકલેશ્વર શહેરનાં ગુંજ સાશ્યલ ગૃપ દ્વારા સતત પાંચમાં વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જીઆઇડીસીનાં માનવમંદિર ખાતે જીઆઇડીસી સાંસ્કૃતિક મંડળ દ્વારા પણ રિધમ કલાવૃંદનાં સાથવારે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
ધર્મભક્તિ સાથે સેવાકીય સુવાસ પ્રસરાવતું શ્રી યુવામિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર પટેલ સમાજની વાડી ખાતે ૧૬મો નવરાત્રી મહોત્સવ ઉજવામાં આવશે .જીઆઇડીસીની ગટ્ટુ ચોકડી પાસે આવેલા નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ૨૬માં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રહી છે.જેમાં પ્રાચીન ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓ મનમુકીને ગરબે રમી શકે તેવુ સુંદર આયોજન કરવામાં આવ્યુ છે.
વધુમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ગાર્ડનસીટી ખાતે નવરાત્રીની તૈયરીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.આ ઉપરાંત શહર ખાતે જીનવાલા સ્કૂલ પાસે નિરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રી દરમિયાન વરસાદી વિઘ્નને પહોંચી વળવા માટે આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડમાંથી વરસાદી પાણી સોશાય જાય તેવી સગવડ પણ કરવામાં આવી છે.જોકે હવામાન ખાતાની આગાહીથી આયોજકો ચિંતાગ્રસ્ત બન્યા છે.અને ખાણીપીણીનાં સ્ટોલીરકો મુંજવણમાં મુકાયા છે.