Get The App

હાંસોટ-સુરત રોડ પર થયેલા અકસ્માતમાં ૧૦૮ ઇમરજન્સીના કર્મચારીઓની પ્રામાણિકતા

ઘવાયેલા દર્દીઓના દાગીના અને કિંમતી સામાન પરત કર્યા

Updated: Nov 29th, 2021

GS TEAM


Google News
Google News

ભરૂચ: ગતરોજ તા.ર૮મીના રોજ ભરૂચનાં હાંસોટ ગામ ખાતેથી પસાર થતાં હાંસોટ અને સુરત જવાના રોડ ઉપર એક કાર અને મીની લકઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧પ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જેને લઈ ૧૦૮ ઈમરજન્સી સેવાનાં માધ્યમથી તેઓને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આવ્યા હતાં. 

મળતી માહિતી અનુસાર હાંસોટથી સુરત જતાં રોડ ઉપર ગતરોજ મોડી રાત્રીનાં સમયે એક કાર અને મીની લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જેને લઈ તાત્કાલીક સારવાર માટે ૧૦૮ ઈમરજન્સી સેવાને ફોન કરી બોલાવવામાં આવી હતી જે બાદ આ ઈમરજન્સી સેવાએ નજીકમાં આવેલ હોસ્પિટલમાં આ તમામ ઘવાયેલા દર્દીઓને પહોંચાડવામાં આવ્યા હતા અને જેમ બને તેમ તાત્કાલીક સારવાર અપાવી હતી. જો કે એમ પણ કોઈપણ અકસ્માત હોય કે પછી નાની–મોટી ઘટના હોઈ ૧૦૮ ઈમરજન્સી સારવાર મહત્વપૂર્ણ અને ઉપયોગી સેવા સાબિત થઈ રહી છે.

જો કે આ ઘટના બાદ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્ધારા જે માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું હતું કે જેઓ આ અકસ્માતમાં ઘવાયા હતા તેઓનો તમામ સામાન તેમજ કીંમતી ચીજવસ્તુઓ જેવી કે, તેઓનાં શરીર પર રહેલ સોના–ચાંદીનાં દાગીનાઓ તેઓનાં સગાસંબંધીઓને પરત આપવામાં આવ્યા હતા. જેને જોઈ તમામ સગાસંબંધીઓએ ૧૦૮ ઈમરજન્સી સેવાની કામગીરીને બિરદાવી હતી અને ૧૦૮ ઈમરજન્સી સેવાનો આભાર માન્યો હતો તેમજ આવનાર સમયમાં પણ આ ૧૦૮ ઈમરજન્સી સેવા આજરીતે કાર્ય કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. 

Tags :