ભરૂચના ચાર ગામોમાં વીજ કંપનીનો સપાટોઃ રૂ.12.90 લાખનો દંડ
-50 પોલીસ કર્મચારીના કાફલા સાથે વહેલી સવારે 35 ટીમો ત્રાટકતા વીજ ચોર કરતા લોકોમાં ફફડાટ
ભરૂચ તા.27 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
ભરૂચ તાલુકાના દહેગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી 39 વીજ જોડાણોમાં ગેરરિતી ઝડપી પાડી રૂ.12 લાખ 90 હજારનો દંડ ફટકારવા માં આવ્યો હતો.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દહેગામ,કસ્માડ,વ્હાલુ અને સરનાર ગામોમાં વહેલી સવારથી જ વીજચોરી ઝડપી પાડવા માટે પોલીસ પ્રોટક્શન સાથે વીજ કંપનીની ટિમો ત્રાટકી હતીં.ભરૃચ તાલુકા પોલીસ મથકના પી આઇ સાથે 50 પોલીસ કર્મીઓના કાફલા સાથે દશ કરતા વધુ વીજ કંપનીઆના અધિકારીઓની 35 ટિમ વહેલી સવારે ગામલોકો નિદ્રાધિન હતા ત્યારે પહોચી ગઇ હતી.
વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું.જેના કારણે વીજ ચોરી કરતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતીં.
કુલ 730 વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવતા તેમાંથી ૩૯ વીજ જોડાણોમાં ગેરરિતી જણાઇ આવી હતી.જેમાં કુલ રૂ.12.90 લાખનો દંડ વીજ ચોરી કરતા ગ્રાહકોને ફટકારવામાં આવ્યો હતો.વીજ ચેકિંગ થયુ હોવનું જણાત અન્ય આસપાસના ગામ્ય વિસ્તારોમાં પણ ગભરાય ફેલાતા દોડધામ જોવા મળી હતી.