ભરૂચની ગ્રામ પંચાયતની હદમાં જાહેરમાં કચરાનો નિકાલ
- ખાનગી વાહનો સામે લોકોમાં ફિટકાર
ભરૂચ તા.16 જાન્યુઆરી 2020 ગુરૂવાર
ભરૂચ માં ગ્રામ પંચાયતો દ્વારા જાહેર માં કચરો ઠાલવનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની જરૂર હોવાનું ગ્રામજનાને વર્તાય છે.જાહેર માર્ગ ઉપર ખાનગી વાહન કચરો ઠાલવતા ફોટા અને ગાડી નંબર ના આધારે સોશ્યલ મીડિયા પર વાયરલ રોજેરોજ થઈ રહ્યા છે.
ભરૃચ સ્વચ્છતા માટે કમર કસી રહ્યુ છે પંરતુ કેટલાક લોકો સ્વચ્છતા ના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેમ ભરૂચ ની ગ્રામ પંચાયત ની હદ માં ખાનગી વાહનો મારફતે જાહેરમાં કચરાનો નિકાલ કરતા હોવાની ઘટના સોશ્યલ મીડિયા ઉપર ભારે કુતુહલ સર્જી રહી છે.ત્યારે ગ્રામ પંચાયત ના સત્તાધીશો ક્યારે જાગશે તે લોકો માં એક ચર્ચા નો વિષય બની ગયો છે.
ભરૂચ નગર પાલિકા ભરૂચ શહેર ને સ્વચ્છ બનાવવા કડક હાથે કાર્યવાહી કરી રહી છે.ભરૂચ સિવિલ હોસ્પિટલ ને ગંદકી કરવાના મુદ્દે પાંચ હજાર નો દંડ ફરકાર્યો છે.ત્યારે ભરૃચ ની ગ્રામ પંચાયતો ની હદો માં જાહેર માં જ ખાનગી વાહનો મારફતે કચરા નો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાના દ્રશ્યો કેટલાક રાહદારીઓ એ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી તંત્ર ને જગાડવાનો પ્રયાસ કર્યો છે
પંરતુ ભરૂચની ગ્રામ પંચાયતો ના સરપંચો,તલાટીઓ પોતાના તાબા હેઠળ રહેલી પંચાયતો ની હદો માં ખાનગી વાહનો દ્વારા કચરો ઠાલવનારા સામે દંડનીય કાર્યવાહી કરે તો ભરૂચ સ્વચ્છતામાં પોતાનો ક્રમાંક નંબર વધારી શકે તેમ છે.