અંકલેશ્વર ખાડીનાં પાણી ખેતરમાં ફરી વળતા ઉભા પાકને નુકશાન
અંક્લેશ્વર તા.4 ઓગષ્ટ 2019 રવીવાર
અંકલેશ્વર પંથકમાં શનિવારની સવાર થી વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસેલા વરસાદને કારણે આમલાખાડી ઓવરફ્લો થતા ખાડીનાં ધસમસતા પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા .જેના કારણે ખેતરમાં ઉભા પાકને નુકશાન પહોંચ્યુ હતુ.
અંકલેશ્વર પંથકમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે અને ઉદ્યોગોનાં પ્રદુષિત પાણીને કારણે બદનામ આમલાખાડી માં પાણીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.અંકલેશ્વરનાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પાણીએ જમાવટ કરી હતી.
આ ઉપરાંત ભડકોદ્રા ગામની સીમમાં આવેલ અને આમલાખાડી ની નજીકનાં વિસ્તારમાં આવેલા ખેતરોમાં પણ ખાડીનાં તોફાની પાણીએ ભારે નુકશાની વેરી હતી .ખેતરોનાં ઉભા પાક ખાડીનાં પાણી થી પડી ગયા હતા. અને ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.