અંકલેશ્વરમાં મુંબઇથી આવેલા માતા-પુત્રને કોરોના સંક્રમણ
-તંત્ર દ્વારા સોસાયટીને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરાયો
અંક્લેશ્વર તા.5 જુન 2020 શુક્રવાર
અંકલેશ્વર જીઆઇડીસીનાં જલધારા ચોકડી પાસેની સમર્થ પાર્કમાં મુંબઈથી આવેલા માતા પુત્ર કોરોનાથી સંક્રમિત થતા હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સોસાયટીને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં જલધારા ચોકડી પાસે આવેલા સમર્થ પાર્ક સોસાયટીમાં મુંબઈથી આવેલા માતા મમતા એલ રાવલ અને પુત્ર અજય રાવલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા માતા પુત્રને કોવિડ - 19 જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી પાવડર અને સેનિટાઇઝ છંટકાવ કરી વિસ્તારને કન્ટેઈનમેન્ટ કર્યો હતો.
અનલોક - 1 ની જાહેરાત બાદ અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો પરત પોતાના માદરે વતન સરળતા થી આવી રહ્યા છે.અંકલેશ્વરમાં અગાઉ કોરોનાનાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યા બાદ આજરોજ વધુ બે કેસનો ઉમેરો થયો હતો.
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જે માંથી 34 દર્દીઓને કોવિડ - 19 માંથી રજા આપી હતી , જ્યારે ૩ દર્દીનાં મોત થયા હતા.હાલમાં કોવિડ - 19 હોસ્પિટલમાં કુલ 12 દર્દીઓ સારવાર હેઠળ છે .જોકે અંકલેશ્વરમાં માતા પુત્રનાં પોઝિટિવ કેસ મુંબઈનાં હોવાથી ભરૂચ જિલ્લામાં ગણતરી થશે નહિ તેમ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યુ હતુ.