ભરૂચમાં સિવિલ હોસ્પિટલની બે મહિલા નર્સને કોરોના પોઝિટિવ
-કુલ કેસની સંખ્યા 13 થઇઃ નર્સના કેસ અંગે તંત્ર હજી ફોડ પાડતું
ભરૂચ તા.15 એપ્રિલ 2020 બુધવાર
ભરૂચ સિવિલ હોસ્પિટલની મહિલા નર્સના બે કેસ પોઝિટિવ આવતા બંને આઈસોલેટ કરાઈ છે. આમ પોઝિટિવ કેસનો અંક 13 ઉપર પહોંચ્યો છે. જો કે દ્વારા સત્તાવાર માહિતી હજુ આપવામાં આવી નથી.
ભરૃચ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના વાયઇરસ ના પોઝિટિવ કેસ નોધાઇ રહ્યા છે. આમોદ તાલુકાના ઇખર ગામે જંબુસરના દેવલા ગામે અને પારખેત ગામમાંથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ કુલ 11 કેસ પોઝિટિવ નોંધાયા હતા . જેમાં હવે ભરૂચની બે મહિલા નર્સના કેસ વધ્યા છે.
ભરૃચ જિલ્લામાં કોરોના વાયરસ ના 13 કેસ નોંધાઈ ચૂકયા છે છતાં ભરૃચવાસીઓમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે .લોક ડાઉન હોવા છતાં લોકો જીવન જરૃરિયાતની સામગ્રી ખરીદી કરવા માટે નીકળી પડે છે.ભરૂચ પોલીસ લોક ડાઉનનું કડકાઇથી પાલન કરાવે તે જરૂરી છે.