ભરૂચ તા.3 ઓક્ટાેબર 2019 ગુરૂવાર
સતત વાહનોથી ધમધમતા જાડેશ્વર રોડ ઉપર આવેલા ઝાડેશ્વર પોલીસ ચોકી ની સામે ખરીદી કરવા ઊભી રહેલી મહિલાના ગળામાંથી કેટલીક અજાણી મહિલાઓ મંગળસૂત્ર ખૂંચવી ભાગી જતા મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધવા કવાયત હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના તવરા ગામે રહેતી વૈશાલીબેન અલ્પેશ ભાઈ ગોહિલ ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ સાઈ મંદિર પાસે ની ઝાડેશ્વર પોલીસ ચોકી ની સામે ફૂટપાથ ઉપર વેપાર કરનારા વેપારીઓને ત્યાં ખરીદી કરવા ઊભી હતી તે દરમિયાન કેટલીક અજાણી મહિલાઓ તેઓની સાથે ઊભા રહી મહિલાના ગળામાં રહેલું દોઢ લાખ રૃપિયા ઉપરાંતનું મંગળસૂત્ર અચાનક ખેંચી ભાગી જતા મહિલાને ગળામાં ઇજા થવા સાથે રોડ ઉપર પડી ગઈ હતી.
જે બાદ મહિલા નજીકના જાડેશ્વર પોલીસચોકીમાં ફરિયાદ નાધાવા જતા પોલીસે તાબડતોબ તો ઘટનાસ્થળે દોડી આવી ફૂટપાથ ઉપર પથારો કરવાવાળાઓ ને ભગાડયા હતા.સી ડિવિઝન પોલીસ મથકે આ અંગે ની ફરિયાદ નાધવાની તદવીજ હાથ ધરી હતી.


