Get The App

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક કારમાં આગ

-ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો

Updated: Feb 4th, 2021

GS TEAM

Google News
Google News
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક કારમાં આગ 1 - image

અંકલેશ્વર  તા.4 ફેબ્રુઆરી  2021 ગુરૂવાર

અંકલેશ્વરની વાલિયા ચોકડી હવા મહેલ નજીક કારમાં આગ લાગી હતી.એક મીની ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો.કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

અંકલેશ્વરમાં રહેતા રિતેશ પટેલ પોતાની કાર લઇ જીઆઇડીસીમાંથી પોતાના ધરે જઇ રહ્યા હતા.તેઓ વાલિયા ચોકડી થઇ પીરામણ ગામના રોડ તરફ જઇ રહ્યા હતા.તે દરમ્યાન હવા મહેલ પાસે કારમાં અચાનક આગ લાગતા રિતેશ પટેલ કારમાંથી બહાર નીકળી ગયા હતા. 

જોતજોતમાં આગ કારમાં ફેલાય જતા કાર ભડકે બળતા તાત્કાલિક અંકલેશ્વર ડીસીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા એક મીની ફાયર ટેન્ડર સાથે ફાયટરો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે પીરામણ રોડ ઉપર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી. 

Tags :