ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, પ્લાન્ટની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરાયો
અમદાવાદ, તા. 03 જુન 2020, બુધવાર
દહેજની એક કેમિકલ ફેક્ટીમાાં ટેંકમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયાં છે જ્યારે 57 લોકો ઈજાગ્રસ્ત થયાં છે જેમને સારવારઅર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે બપોરના સમયે દુર્ઘટના સર્જાય છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો. આગ પર કાબૂ મેળવ્યા બાદ ઘાયલોને હોસ્પિટમાં એડમિટ કરાવવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે ફેક્ટરીને ક્લોઝર નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ભરૂચ કલેક્ટરે જણાવ્યું કે, બુધવારે બપોરે એક એગ્રો કેમિકલ કંપનીના બોઈલરમાં વિસ્ફોટ થયો, દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને ભરૂચની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે કેમિકલ કંપની નજીકના બે ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. આ ફેક્ટરીમાં ઘણાં પ્રકારના કેમિકલ રાખવામાં આવ્યા હતા. આ ઘટનાની તપાસ કરવામાં આવશે.