દબાણ દૂર કરવા ગયેલા ભરૂચ નગર પાલિકાના કર્મચારી ઉપર ધોળીકૂઈ વિસ્તારમાં કાર ચાલકનો હુમલો
ભરૂચ તા.24 સપ્ટેમ્બર 2019 મંગળવાર
ભરૃચમાં ધોળીકુઆ બજારમાં દબાણ દૂર કરવા ગયેલા પાલિકા ટિમના કર્મચારીઓ સાથે કાર ચાલકે હાથ ચાલકી કરતાં મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.ખત્રીવાડ પાસે મુખ્ય માર્ગ ઉપર અડચણ રૂપ કારને કાર હટાવવાનું કહેતાં કાર ચાલકે લાફો ઝીંકી દીધો
ભરૂચ નગરપાલિકા દબાણ શાખા દ્વારા ભરૃચ રેલવે સ્ટેશન રોડ સહિત અન્ય વિસ્તારોમાં અડચણરૂપ ગેરકાયદે લારી ગલ્લાના દબાણો દૂર કર્યા બાદ કેટલાક દબાણકારો સામે દંડનિય કાર્યવાહી કરાઇ હતી.
ભરૂચ નગરપાલિકાની દબાણ વિભાગની ટિમ આજે સવાર બાદ અડચણરૃપ દબાણ દૂર કરવા ધોળીકુઇ વિસ્તારમાં નીકળી હતી.
તે બાદ ખત્રીવાડ પાસે મુખ્ય માર્ગ ઉપર અડચણ રૃપ એક કાર ઉભી હતી.જે કાર હટાવી લેવા દબાણ દૂર કરતા કર્મચારીએ કાર ચાલકેને કહેવા જતાં કાર ચાલકે ઉશ્કેરાઇ જઇ પાલિકાના કર્મચારીને જ લાફો મારતા મામલો ગરમાયો હતો.
જે બાદ અન્ય કર્મચારીઓએ દોડી આવી પોલીસને બોલાવી કારને ડિટેઇન કરાવી નગર પાલિકાના કર્મચારી ઉપર હુમલો કરવા અંગેની ફરિયાદ એ ડિવીઝન પોલીસ મથકે નોધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.