ભરૂચમાં હુસેનિયા પાર્ક પાસેની ઝૂંપડીપટ્ટીમાં આગ
-30 થી વધુ ઝૂંપડાં બળીને ખાકઃ બે કલાકે આગ કાબુમાં આવી
ભરૂચ તા.9 ફેબ્રુઆરી 2020 રવીવાર
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હુસેનિયા પાર્ક નજીકના રેલ્વેટ્રેકને અડીને આવેલી ઝુંપડપટ્ટીમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી. ફાયરબ્રિગેડે સ્થળ પર જઇ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઇ જાનહાનિ નથી પરંતુ ૩૦ થી વધુ ઝૂપડા બળીને ખાખ થઇ ગયાં હતાં.
ભરૃચના પશ્ચિમ વિસ્તારમાં હુસેનિયા સોસાયટી પાસેથી પસાર થથા રેલ્વે ટ્રેકને અડીને શ્રમજીવી પરિવારોના 50 થી વધુ ઝૂપડાં આવેલાં છે. ઝૂપડપટ્ટીમાં રહેતા શ્રમજીવીઓ વહેલી સવારમાં કામ પર જતાં પૂર્વે ચૂલા પર ખાવાનું બનાવતા હોવાથી એક ઝૂપડામાં ચૂલામાંથી તણખો ઝરતા આગ ભભૂકી ઔઉઠી હતી.
આ આગ કરાઠા અને ઘાસથી બનેલી ઝૂપડાંઓને એક પછી એક ઝૂપડાં આગનાં ઝપટમાં આવવા લાગતાં ૩૦ થી વધુ ઝૂપડાને આગે લપેટમાં લઇ લેતા ભારે દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક સોસાયટીની રહીશો દોડી આવ્યા હતા અને આગ બૂઝાવવાનો પ્રયાસ કરવાની સાતે આ અંગે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડડને જાણ કરી હતી.
આગની જાણ થતાં ભરૃચનગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
આગની જાણ થતાં ભરૃચનગર પાલિકાના લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે સ્થળ પર આવ્યા હતા અને વિકરાળ બની રહેલી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. અંતે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં તેમને સફળતા મળી હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ નથી ભરશિયાએ શ્રમજીવીઓના માથેથી છત છીનવાઇ જવા પામી હતી.
રેલ્વેની હદમાં આ રીતે ઝૂપડપટ્ટી હોવા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે રજુઆત કરવા છતાં રેલ્વે તંત્રે કોઇ કાર્યવાહી કરી ન હતી. જેથી કયારેક ગંભીર હોનારત સર્જાઇ શકે તેવી દહેશત પણ તેઓએ વ્યક્ત કરી હતી.ભવિષ્યમાં આવી કોઇ દુર્ઘટનામાં જાનહાની ન થાય તે માટે તંત્ર સતર્ક બની લોકોની માંગણી સમજે તે જરૃરી છે.