ભરૂચમાં મહંમદપુરાના ગોલવાડમાં ઉભરાતી ગંદકીથી રહીશાે પરેશાન
-સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા બજારની બારેમાસ ચોમાસા જેવી સ્થિતિ
ભરૂચ તા.26 ડિસેમ્બર 2019 ગુરૂવાર
ભરૂચ શહેર સ્વચ્છ બન્યું હોય તેમ ભરૃચ નગર પાલિકા દ્વારા વિવિધ સેવાભાવી સંસ્થાઓ ને સ્વચ્છતા ના એવોર્ડ એનાયત કરી પોતેજ પોતાની પીઠ થાબડી પરંતુ ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ના ગોલવાડ બજાર માં વેપારીઓ બારેમાસ વરસાદી તું ના માહોલ વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે.ઉભરાતી કચરાપેટી અને ગટરોથી લોકો ભંયકર રોગચાળા નો ભોગ બની રહ્યા છે. લોકો માં ગંદકીથી રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ માં પ્રધાનમંત્રીનું સ્વચ્છતા અભિયાન ફોટો સેશન બની ગયું હોઈ તેમ લાગી રહ્યું છે. વર્ષ 2019 માં ભરૂચ શહેર માં સ્વચ્છતા અભિયાન માં જોડાયેલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ ને અને કર્મચારીઓને ભરૂચ નગર પાલિકા દ્વારા એવોર્ડ અને સન્માન પત્ર હાલ માં જ એનાયત કરાયા છે.ત્યારે શું ભરૂચ એક વર્ષ માં સ્વચ્છ બન્યું છે ખરું?સ્વચ્છતા ના નામે લાખો રૂપિયાનો બગાડ થઈ રહ્યો છે અને ભરૂચ માં આજે પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે .
ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં વેપારીઓ બારેમાસ વરસાદી માહોલ નો અનુભવ કરી રહ્યા છે.કારણ કે આ વિસ્તાર માં ઉભરાતી ગટરોનું ગંદુ પાણી જાહેર માર્ગો પરથી પસાર થાય છે અને ઉભરાતી કચરાપેટી દુર્ગંધથી વાહનચાલકો સહીત રાહદારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
આ વિસ્તાર માં ઉભરાતી કચરાપેટી અને ગટરો ના કારણે મચ્છરો ના ઉપદ્રવથી લોકો રોગચાળા માં સપડાઈ રહ્યા છે. આ વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા, પાણીજન્ય રોગ જેવા ગંભીર રોગોમાં લોકો સપડાય રહ્યા છે અને ગંદકીના સામ્રાજ્ય ના કારણે ગ્રાહકો પણ ખરીદી કરવા ન આવતા વેપારીઓ ને મોટું આર્થિક નુકશાન થઈ રહ્યું છે.
બારેમાસ વરસાદી તુ નો અનુભવ કરતાં અહીંના વેપારીઓ એ રસ્તા ઉપર ઉતરી આવી ભરૂચ નગર પાલિકા ની સ્વચ્છતા ની પોલ છતી કરી હતી.અને આક્રોશ સાથે કચરો અને ગંદુ પાણી પાલિકા માં ઠાલવી ઉગ્ર આંદોલન ની વેપારીઓ ની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.