ભરૂચ જિલ્લામાં કાેરાેના પાેઝિટિવના 15 કેસ નાેંધાયા
-ભરૂચ-9, આમોદ-2, અંકલેશ્વર-1, જંબુસર-૩ કેસ
ભરૂચ તા.13 જુલાઇ 2020 મંગળવાર
ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ ની સંખ્યામાં વધારો થયો છે . તંત્ર પણ કોરોનાથી હારી ગયું હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે ભરૂચ જિલ્લામાં સતત કોરોનાની સંખ્યામાં વધારો થયો છે .આજે એક શંકાસ્પદ વ્યક્તિનું મોત નિપજવા સાથે નવા 15 કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
ભરૃચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં સતત દિવસે-દિવસે વધારો થયો છે ત્યારે તંત્ર હવે કોરોનાવાયરસથી હારી ગયું હોય તેમ લાગી રહ્યું છે જે રીતે ભરૂચ જિલ્લામાં પ્રથમ દિવસ દીઠ બે કે ત્રણ કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા હતા તેના નિવાસસ્થાને સેનેટરાઈઝર કરવા સાથે ક્વાેરેન્ટાઇન ન કરી રહ્યા હતા જે હવે નથી કરવામાં આવતું જેના કારણે ભરૂચ જિલ્લામાં સતત કોરોના નું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.એકલ દોકલ કોરોના પોઝિટિવ મળી આવતા હતા .
તંત્ર સમગ્ર વિસ્તારને બાનમાં લેતું હતું પરંતુ હવે ભરૂચ જિલ્લામાં રોજના 15 થી વધુ કોરોના પોઝિટિવના દર્દીઓ મળી રહ્યા છે.છતાં પણ જે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી રહ્યા છે .તે વિસ્તારમાં સેનેટરી સુદ્ધાં કરવામાં ન આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે .
કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓના મકાનોને ક્વાેરેન્ટાઇન કરવામાં નથી આવતા જેના પગલે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં આજરોજ નવા 15 કોરોના પોઝિટિવ કેસ મળી આવવા સાથે એક શંકાસ્પદ વ્યક્તિ નું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.