Get The App

ભરૂચ- અંકલેશ્વર નેશનલ હાઇવે બન્યો બિસ્માર શીતલ સર્કલ અને ગડખોલ પાટીયા પાસે ખાડા

-વાહન ચાલકોને રોલર કોસ્ટરનો થતો અનુભવ

Updated: Aug 6th, 2019

GS TEAM

Google News
Google News
ભરૂચ- અંકલેશ્વર નેશનલ હાઇવે  બન્યો બિસ્માર શીતલ સર્કલ અને ગડખોલ પાટીયા પાસે ખાડા 1 - image

ભરૂચ તા.6 ઓગષ્ટ 2019 મંગળવાર

ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૃચ વચ્ચે વાહન લઇ મુસાફરી કરવા માંગતા હોય  તેઓ માટેે જુના નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓના કારણે  વાહન ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે.

ભરૂચ અને અંકલેશ્વરને ટવીન સીટી બનાવવાના શમણા સ્થાનિક લોકોને દેખાડવામાં આવ્યાં હતાં .સરકાર બંને શહેરોને જોડતો રસ્તો પર સલામત રાખી શકતી નથી.

ચોમાસાની શરૃઆત થતાંની સાથે ભરૃચ અને અંકલેશ્વર વચ્ચેનો ૧૫ કીમીનો રસ્તો ઉબખાબડ બની ગયો છે. ભરૂચથી અંકલેશ્વર તરફ  ં આવે તો કસક ગરનાળાથી જ વાહન ચાલકોની મુસીબત શરૃ થઇ જાય છે. કસક ગરનાળાથી શીતલ સર્કલ સુધીના ખાડા વટાવીને  ગોલ્ડનબ્રિજ સુધીના રસ્તા પર પહોચો તે સાથે વાહન ચાલકને ખાડાઓ રોલર કોસ્ટરનો અનુભવ કરાવે છે.

ખાડાઓના કારણે વાહનોને ભારે નુકસાન થઈ રહ્યુ છે. ગોલ્ડનબ્રિજ પસાર કર્યા બાદ ગડખોલ પાટીયા પાસ ે ઓવર બ્રિજની કામગીરી પર તો બ્રેક લાગી છે જ છે.ડાયવર્ઝનનો બિસ્માર રસ્તો અંકલેશ્વરથી ભરૃચનો   છે. લોકોની સુવિધા માટે શીતલ સર્કલ અને ગડખોલ પાટીયા પાસે ઓવરબ્રિજ બની રહયાં છે.

 તેની કામગીરી ધમી ગતિએ ચાલી રહી છે  રસ્તાઓ પર પડેલા ખાડાઓએ પણ વાહન ચાલકોની ગતિ ધીમી કરી નાંખી છે. ચોમાસામાં ડામરીંગ ન થઇ શકે પણ કવોરી ડસ્ટથી ખાડાઓ પુરી વાહન ચાલકોને રાહત આપી શકાય તેટલો ખ્યાલ તો કદાચ તંત્રને પણ હશે. તંત્ર કોઇ તસ્દી લેતું નથી અને યાતના ભરૃચ અને અંકલેશ્વરના હજારો વાહનચાલકો ભોગવી રહયાં છે.

Tags :