ભરૂચના એકતા નગરના મકાનમાં આગ ભભૂકી ઉઠતા અફરા તફરી
-ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવતા સદ્દનસીબે કોઇ જાનહાની નહી
ભરૂચ, તા.1 જાન્યુઆરી 2020 બુધવાર
ભરૂચ જૂની મામલતદાર કચેરી સામે આવેલી એકતાનગર એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.ફાયર ફાઇટરની મદદ આગ પર કાબુ મેળવી લેતા સદ્દનસીબે આ ઘટનમાં કોઇ જાનહાની થઇ નથી.
ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલી એકતા નગર સોસાયટીના બ્લોક નં.43 ના એક મકાનમાં અચાનક આગ ભભૂકતા ઘરમાં રહેતા પરિવારજનોમાં ભાગ દોડ મચી જવા પામીહતી.
ઘટનાના પગલે ધૂમાડાના ગોટે ગોટા નીકળતા જ આસપાસના રહિશો પણ દોડી આવ્યા હતા.આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર લાસ્કરોએ દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આ ઘટના ઘરમાં રહેલા રેફ્રિજરેટરમાં અચાનક શોટ સર્કીટ થવાના કારણે સર્જાઇ હોવાનું બહાર આવ્યું હતું. આગના પગલે રેફ્રિજરેટર સળગીને રાખ થઈ ગયું હતું. પરંતુ સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.