રાજપારડીમાં રહેતો અમિત પ્રહ્લાદ વસાવા સારસા ગામે ગુલીયાપુરા પાટીયા પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન સારસા ગામના ધર્મેશ વસાવા, કિરણ વસાવા, કનક વસાવા તેમજ સુનિલ વસાવાએ તેની બાઈક ઊભી રાખી હતી. આ ઇસમોએ અમિતને જૂની અદાવતમાં ગાળો ભાંડી હુમલો કર્યો હતો. હુમલામાં અમીતને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઝપાઝપી દરમિયાન અમિતના ખિસ્સામાંથી ૬,૯૦૦ રૂપિયા ભરેલું પાકીટ ક્યાંક પડી ગયું હતું. અમિતે બુમાબૂમ કરતા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. અમિત પ્રહલાદભાઈ વસાવાએ ધર્મેશ નગીનભાઈ વસાવા, કનક સુરેશભાઈ વસાવા, કિરણ નાનુભાઈ વસાવા તેમજ સુનિલ ગૌતમભાઈ વસાવા વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

