Get The App

ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કંપનીમાં કંપનીના બે લેબર દ્વારા પિત્તળની ઇંટો ચોરી કરવાનો પ્રયાસ

-33.500 કી.ગ્રા ની ઇંટો ચોરી જતાં સમયે સિક્યુરિટી પાછળ દોડતા લેબર ઇંટો ફેંકી ફરારઃ આસીસ્ટન્ટ મેનેજર ફરિયાદ

Updated: Sep 19th, 2019

GS TEAM

Google News
Google News
ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કંપનીમાં  કંપનીના બે લેબર દ્વારા પિત્તળની ઇંટો ચોરી કરવાનો પ્રયાસ 1 - image

ઝઘડિયા તા.19 સપ્ટેમ્બર ગુરૂવાર 2019

ઝઘડિયા જીઆઈડીની કોહલર ઇન્ડિયા કંપનીમાં લેબર તરીકે કામ કરતા બે ઈસમોએ કંપનીમાંથી પાંચ પિત્તળની ઇંટો ચોરી કરી જતા હતા. ફરજ પરના સિક્યુરિટીનું ધ્યાન જતા તેમની પાછળ દોડયો હતો. સિક્યુરિટીને પાછળ આવતા જોઈ બંને લેબરો ઇંટો ફેંકી ભાગી ગયા હતા. 

ઝઘડિયા જી આઈ ડી સીના પ્લોટ નં.828માં કાર્યરત કોહલર ઇન્ડિયા લિમિટેડ કંપની સીરામીક કંપની છે અને સેનેટરી વેરનું ઉત્પાદન કરે છે. ગત રોજ કંપનીમાં પદમ ધનબહાદુર શાહી સિક્યુરિટીની ફરજમાં હતો. બપોરે  કંપનીમાં લેબર તરીકે કામ કરતા વિદુર વસાવા અને અજય વસાવા ચોરી છુપીથી કંપનીમાં કામ માટે લાવવામાં આવેલા પિત્તળની પાંચ ઇંટો લઇ જતા જણાય હતા. સિક્યુરિટી પદમ તેમની પાછળ દોડયો હતો ત્યારે બને ચોર ઈસમો ઇંટો કમ્પાઉન્ડમાં નાખી કંપનીની દીવાલ કૂદી નાસી ગયા હતા.

આશરે 33.5 કી.ગ્રા. ની ઇંટો કંપનીઝ લેબર દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરતા આ બાબતે સિક્યુરિટી પદમે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર સતીશ નર્મદેશ્વર પાંડે ને જાણ કરી હતી. કંપની મેનેજર દ્વારા (1) વિદુર હરિસિંગ વસાવા (2) અજય ઉમેદ વસાવા બંને રહેવાસી ભોજપુર તા. ઝઘડિયા વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

Tags :