ભરૂચ જિલ્લામાં વધુ 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ એક દર્દીનું મોત
-અંકલેશ્વરમાં -9 ઝઘડિયા -5 ભરૂચ -૩ હાંસોટ -2 કેસ
ભરૂચ તા.28 જુલાઇ 2020 મંગળવાર
ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થયો છે .આજે નવા 19 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં એક કોરોના દર્દીનો મોત નિપજતા તેના અંતિમ સંસ્કાર તંત્ર દ્વારા ઉભા કરાયેલા કોવિડ 19 સ્મશાન ખાતે કરાયા હતા .
ભરૂચ જિલ્લામાં કોરોના રોજ પોતાની હાજરી પુરાવી રહ્યો છે .આજે નવા 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.જેમાં અંકલેશ્વરમાં 9, ઝઘડિયા 5 ,ભરૂચ 3 ,હાસોટ 2 મળી નવા 19 પોઝિટિવ નોંધાયા છે .જે જિલ્લાનો કુલ આંકડો 856 ઉપર પહોંચ્યો હતો .
જેમાં ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લઈ રહેલા નંદેલાવ રોડ ઉપરને હરિ કૃપા સોસાયટી ના 65 વર્ષ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું .જેઓના અંતિમ સંસ્કાર અંકલેશ્વરના દક્ષિણ છેડા તરફ વહીવટીતંત્રએ ઉભો કરેલ કાેવિડ -19 સ્મશાન ખાતે એ તેઓના પરિવારજનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા .
કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.છતા લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે .આવતીકાલે દશા માતાજીના જાગરણ બાદ માતાજીના વિસર્જન અર્થે નર્મદા નદીના ઘાટો ઉપર લોકોના મેળાવડા જામશે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દશા માતાજીના વિસર્જન માટે કોઈ યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે.