અંકલેશ્વરના જૂની દીવી ગામે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું એક શખ્સની અટકાયત કરાઇ
-શહેર પોલીસે ગેસના 40 બોટલ અને પીકઅપ વાન મળી રૂ.3.59 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર તા.25 ડિસેમ્બર 2019 બુધવાર
અંકલેશ્વર તાલુકાના જૂની દીવી ગામે શહેર પોલીસે જાહેરમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ને ઝડપી પાડી એક શખ્સની અટકાયત કરી ગેસના 40 બોટલ અને પીકઅપ ગાડી તેમજ અન્ય સાધન મળી રૂ.3.59 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે .
અંકલેશ્વર શહેર પોલીસ ને જૂની દીવી ગામ પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગેસ ની બોટલ માંથી અન્ય ખાલી ગેસ બોટલમાં ગેસ રિફિલિંગ કરી રહ્યા હોવાની મળેલી બાતમી ના આધારે શહેર પોલીસ ની ટીમેં જૂની દીવી ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર દરોડા પાડતા સ્થળ ઉપર પીકઅપ વાન મળી આવી હતી .
જેમાં ગેસની ખાલી તેમજ ભરેલી બોટલ સાથે મૂળ રાજસ્થાનના અને હાલ કાપોદ્રા ગામ ની મનમંદિર સોસાયટી માં રહેતા ધર્મરાજ જોતરામ રાજાણી નામનો શખ્સ ગેસ રિફિલિંગ કરતા રંગે હાથો ઝડપાય ગયો હતો.
પોલીસે તેની ધરપકડ કરી રૂ.59,700 ની કિંમતના ગેસ ના ખાલી તેમજ ભરેલા 40 નંગ બોટલ તેમજ ૩ લાખ ની પીકઅપવાન અને અન્ય સાધનો મળી કુલ 3.59.800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસ દરમ્યાન ભારત ગેસની બોટલ માંથી અન્ય ગેસ ની બોટલમાં ધર્મરાજ રાજાણી રીફીંલીગ કરતો હતો. શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .