અંકલેશ્વરનાં દરદીનો કોરોના વાઇરસનો રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો
અંક્લેશ્વર તા.20 માર્ચ 2020 શુક્રવાર
અંકલેશ્વર જીઆઇડીસીનાં બિઝનેશમેનની તબિયત લથડતા ભરૃચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા .તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવતા તંત્રે રાહત અનુભવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીનાં બિઝનેશમેન દિલ્હી પોતાના કામ અર્થે ગયા હતા ,ત્યાંથી પરત અંકલેશ્વર આવ્યા બાદ તેમની તબિયત બગડી હતી . અને શરદી ખાંસી તેમજ તાવનાં લક્ષણો દેખાતા તેમને સાવચેતીનાં ભાગરૃપે ભરૃચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા , જ્યાં તબીબો દ્વારા તેમની પ્રાથમિક સારવાર બાદ તેમના બ્લડનાં સેમ્પલોને લેબ ટેસ્ટ અર્થે મોકલવામાં આવ્યા હતા.તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.