Gujarat

અંકલેશ્વરમાં 12 કલાકમાં 3.36 ઇંચ વરસાદ ખાબકતા પાણી જ પાણી

By GS Team
29 Jul 20191 min read
This article was originally published on 29 Jul 2019
અંકલેશ્વરમાં 12 કલાકમાં 3.36 ઇંચ વરસાદ ખાબકતા પાણી જ પાણી

અંક્લેશ્વર તા.29 જુલાઇ 2019 સાેમવાર

અંકલેશ્વરમાં સોમવારની સવારથી દિવસ દરમિયાન વરસાદ વરસ્યો હતો .જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વાદળ છાયા વાતાવરણની સાથે બપોરે 12  કલાક થી મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. 

જોરદાર વરસાદ વચ્ચે પણ જનજીવન ધબકતંુ રહ્યું

અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો , અને સોમવારે બપોરે 12 કલાક થી વરસાદે તોફાની મિજાજ બતાવ્યો હતો. દિવસ દરમિયાન વરસાદી માહોલ જામેલો રહ્યો હતો , બપોરનાં 12 થી 4 કલાક દરમિયાન વરસાદે પોતાનું જોર બતાવ્યુ હતુ , જોકે 4 કલાક બાદ ઝરમર વરસાદની હેલી વચ્ચે પણ જનજીવન રાબેતા મુજબ ધબકતુ રહ્યુ હતુ.

અંકલેશ્વર પૂર નિયંત્રણ કક્ષ માંથી જાણવા મળ્યા મુજબ  સોમવારે બપોરનાં 12 થી ૪ કલાક સુધીમાં 84 એમએમ એટલે કે 3.36 ઇંચ થી પણ વધુ વરસાદ ખાબક્યો હતો.

અંકલેશ્વર શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી , રાહદારીઓ તેમજ વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થવુ મુશ્કેેલ રૂપ બન્યુ હતુ.