અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટેમ્પાની ટક્કરે યુવકનું મોત
-ટેમ્પો ચાલક અકસ્માત સર્જી ફરાર
અંક્લેશ્વર તા.31 જાન્યુઆરી 2020 શુક્રવાર
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર તા. ૩૦મીની રાત્રે એક ટેમ્પો ચાલકે રોડની સાઈડમાં ઉભેલા યુવકને અડફેટમાં લેતા તેનું ગંભીર ઇજાનાં કારણે કરુણ મોત નીપજ્યુ હતુ.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ હોટેલ ડીસન્ટ પાસે રોડની સાઈડમાં મનોજપાલ ધર્મપાલ ઉ.વ.35 મૂળ રહેવાશી રાજસ્થાનનાં ઓ કોઈ કામ અર્થે ઉભા હતા. તે દરમિયાન એક ટાટા ટેમ્પો નાં ચાલકે ટેમ્પાને ગફલતભરી રીતે હંકારીને મનોજપાલને અડફેટમાં લીધા હતા . સર્જાયેલા અકસ્માતમાં મનોજપાલને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા , જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત સર્જીને ટેમ્પાનો ચાલક ટેમ્પો છોડી ફરાર થઇ ગયો હતો . બનાવ અંગે શહેર પોલીસે ફરિયાદ દર્જ કરીને ફરાર ટેમ્પો ચાલકને ઝડપી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા હતા.