અંકલેશ્વર, તા. 28 ઓગસ્ટ 2019, બુધવાર
અંકલેશ્વરમાં ગણેશજીની પ્રતિમાને લઈને આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડ GHB ગ્રુપના ગણેશ યુવક મંડળના સભ્યોને વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે છથી વધુ લોકોને વીજ કરંટની અસરના કારણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વરના ગણેશ યુવક મંડળના સભ્યો 26 ફૂટ ઊંચી બાળ ગણેશની ગણપતી મૂર્તિ લઈ આવતી વખતે અન્સાર માર્કેટ નજીક કાપોદ્રા સર્વિસ રોડ ઉપર ગણેશજીની પ્રતિમા હાઈ ટેન્શન વીજ વાયરના સંપર્કમાં આવતા તેમાંથી વીજ કરંટ મૂર્તિ નીચે રહેલા લોખંડની ટ્રોલીમાં પ્રવેસ્યો હતો. જેના કારણે લોખંડની ટ્રોલીને ખેંચી રહેલ મંડળના સભ્યોને એકાએક વીજ કરંટ લાગ્યો હતો.
દસ વ્યક્તિને વીજ કરંટ લાગવાથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં બે યુવાનોના મોત નીજપ્યાં હતા જ્યારે બાકીના છ યુવાની હાલત ગંભીર છે. વીજ કરંટ લાગવાના બનાવમાં 22 વર્ષીય અમિત યોગેશભાઈ સોલંકી અને 19 વર્ષીય કૃણાલ તુલસીભાઈ ભાલીયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.


