અંકલેશ્વર જૂની કોલોનીમાં જુગાર રમતા આઠ શખ્સ ઝડપાયા
-રૂ.2.13 લાખનો મુદ્દામાલ જપ્ત
અંક્લેશ્વર તા.2 માર્ચ 2020 સાેમવાર
અંકલેશ્વર જીઆઇડીસીની જૂની કોલોનીમાં જુગારના અડ્ડા પર ભરૃચ એલસીબી પોલીસે રેડ કરી આંઠ જુગારીયાઓને ઝડપી લીધા હતા.
ભરૃચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઇડીસીની જૂની કોલોનીમાં પત્તાપાનાનો જુગાર રમવામાં આવી રહ્યો છે.જે બાતમીને આધારે પોલીસે રેડ કરતા જુગારીયાઓમાં નાશભાગ મચી ગઈ હતી.
પોલીસની રેડમાં જુગાર રમતા ચંદ્રકાંત જાંબુ (રહે જૂની કોલોની મકાન નંબર સી 48, જીઆઇડીસી અંકલેશ્વર ),આશી પાંડે (રહે મકાન નંબર 6 ,સાંઈ નિવાસ સોસાયટી , જલધારા ચોકડી, જીઆઇડીસી , અંકલેશ્વર), મનીષ ડોબરીયા ,(રહે વાશી બી - 304,યમુના એપાર્ટમેન્ટ , નવસર્જન બેંક પાસે જીઆઇડીસી અંકલેશ્વર), પ્રવીણ કટુડીયા , (રહે.સનસીટી સોસાયટી , જલધારા ચોકડી પાસે જીઆઇડીસી , અંકલેશ્વર) , ઉર્વેશ પટેલ (રહે 302 સાકાર એપાર્ટમેન્ટ , લાયન્સ સ્કૂલ પાસે , જીઆઇડીસી , અંકલેશ્વર), નીરજ પટેલ , (રહે . સદ્દવિદ્યા કોમ્પલેક્ષ , જલધારા ચોકડી પાસે , અંકલેશ્વર), રાકેશ પટેલ , (રહે . મકાન નંબર 17,નાલંદા સોસાયટી , જલારામ મંદિર પાછળ), ગડખોલ પાટીયા , અંકલેશ્વર નાં ઓ ઝડપાય ગયા હતા.
ભરૃચ એલસીબી પોલીસે આંઠ જુગારીયાઓ ની સાથે રોકડા રૂ.69,500 , થતા મોબાઈલ ફોન તથા વાહનો મળી કુલ રૂ.2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો , અને વધુ તપાસ શરુ કરી હતી.