અંકલેશ્વરમાં ખેડૂતના ખાતામાંથી પાંચ વાર 2500 બારોબાર ઉપડી ગયા
-ઝઘડિયા એસ બી આઈ શાખામાં ખાતેદારે ફરિયાદ કરતા બે વાર પરત રૂપિયા ખાતામાં જમા થયા
ઝઘડિયા તા.13 જાન્યુઆરી 2020 સાેમવાર
ઝઘડિયા એસબીઆઈ શાખામાંથી ગ્રાહકોના ખાતામાંથી બારોબાર રૃપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. મૂળ સંજાલીના અને હાલ અંકલેશ્વર રહેતા ખેડૂતના પરિવારના ખાતામાંથી કુલ પાંચ વખત ૨૫૦૦ મુજબ રૃપિયા ઉપડી ગયા હતા. ખાતેદારે ફરિયાદ કરતા બે વાર પરત રૃપિયા ખાતામાં જમા થયા હતા. ડિજિટલ ઇન્ડિયાના નેગેટિવ પાસાનો ભોગ ખાસ કરીને ટ્રાઇબલ એરિયાના અશિક્ષિત ગ્રાહકો બની રહ્યા છે.
ઝઘડિયા તાલુકાના સંજાલી ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા અને અંકલેશ્વરની નીલ માધવ સોસાયટીમાં રહેતા હરેશભાઇ અને જગદીશભાઈ આંબાભાઈ પટેલનું ઝઘડિયાનું એસ બી આઈમાં ખાતું છે. હરેશભાઈના ખાતામાંથી વારંવાર રૃપિયા બારોબાર ઉપડી જતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. હરેશભાઇ અને જગદીશભાઈના પરિવારના ખાતા માંથી આ વર્ષ દરમિયાન પાંચ વખત 25૦૦ જેટલી રકમ કોઈ પણ જાતના વ્યવહાર કર્યા વગર ઉપડી ગઈ હતી.તે પૈકી તેમને ફરિયાદ કરતા બે વખતની રકમ પરત મળી છે,.
છેલ્લી ત્રણ વખતની 25૦૦ લેખે 75૦૦ રૂપિયા છેલ્લા નવ માસ થી મળ્યા નથી. જગદીશભાઈનો એવો આક્ષેપ છે કે રૂપિયા ઉપડી ગયા પછી બેંકમાં ફરિયાદ કરવા જઈએ ત્યારે જવાબદાર કર્મચારી આપણી વિગતનો મોબાઈલમાં ફોટો પાડી ઉપરી અધિકારીને મોકલે છે ત્યારે થોડો સમયમાં જ રૂપિયા ખાતામાં પરત જમા થઇ જાય છે. તેમનું કહેવું છેકે જે જાગૃત ગ્રાહક નિયમિત ખાતું ચેક કરતો હતો.
તેને રૂપિયા બારોબાર કપાઈ ગયા તેની ખબર પડે જે અશિક્ષિત લોકોને શંુ ખબર પડે.જેથી તેમને આને સુવ્યવસ્થિત ષડયંત્ર ગણાવ્યું છે. કેટલા લોકોના રૂપિયા કપાઈ જાય છે અને તેમને ખબર નથી પડતી.
આ બાબતે હરેશભાઇએ એસ બી આઈ ઝઘડિયા શાખામાં લેખિતમાં ફરિયાદ કરી છે .તેમની જાણ વગર કપાઈ ગયેલા રૂપિયા પરત ખાતામાં જમા કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું છે અને ચીમકી ઉછરી છે કે તેમના બારોબાર ઉપડી ગયેલા રૃપિયા પરત જમા નહિ થઇ તો શાખા સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.