અંકલેશ્વરમાં સ્કૂલ પાસે દારૂ ભરેલા ટેમ્પા સાથે એક આરોપી ઝડપાયો
-રૂ.2.17 લાખનો દારૂ જપ્તઃચાલક ફરાર
અંક્લેશ્વર તા.26 ઓગષ્ટ 2019 સાેમવાર
અંકલેશ્વર શહેર પોલીસે જીનવાલા સ્કૂલ પાસેથી વિદેશી શરાબ ભરેલો ટેમ્પો ઝડપી પાડયો હતો .પોલીસે ટેમ્પા માંથી રૂ. 2 ,17, 600 નો દારૃ જપ્ત કરી ે એક શખ્સની ધરપકડ કરી હતી , જ્યારે ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે ,આમલાખાડી થી જીનવાલા સ્કૂલ તરફ જવાનાં માર્ગ પરથી એક સફેદ કલરનાં ટેમ્પમાં વિદેશી દારૃ લઇ જવામાં આવી રહ્યો છે .જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે બાતમી વાળા માર્ગ પર વોચ ગોઠવી હતી . તે દરમિયાન સફેદ કલરનો ટેમ્પો ત્યાંથી પસાર થતા પોલીસે જીનવાલા સ્કૂલ પાસે ટેમ્પો ઝડપી પાડયો હતો.
શહેર પોલીસે ટેમ્પાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૃ અને બિયર મળી કુલ 1138 નંગ બોટલો રૂ . 2 ,17 , 600નો મુદ્દામાલ મળી આવ્યો હતો . ટેમ્પામાં સવાર રમેશ ધુલાડભાઈ વસાવા રહે નવી વસાહત , ભાંગવાડ , અંકલેશ્વર ની ધરપકડ કરી ટેમ્પો કિંમત6 લાખ રૃપિયા તેમજ બે મોબાઈલ ફોન 55૦૦ રૂપિયા મળીને કુલ રૂ.8 , 23 , 1૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટેમ્પો ચાલક અમિત ઉર્ફે કાળીયો મોદી રહે મોદી નગર ફરાર થઇ ગયો હતો.