અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ પર 55 લિટરની ક્ષમતાવાળી ટાંકીમાં 58.1 લિટર ડિઝલ ભરતાં આશ્વર્ય
- કાર ધારકની ન્યાય માટે પુરવઠા અધિકારી અને મામલતદારને ફરિયાદ બાદ પણ પરિણામ શૂન્ય
અંક્લેશ્વર , તા. 25 જુલાઇ 2019, ગુરૂવાર
અંકલેશ્વરનાં ઇનોવા કાર ધરાવતા રહીશને પેટ્રોલ પંપનો કડવો અનુભવ થયો હતો. તેઓની કારમાં ડીઝલની ટેન્ક ૫૫ લીટરની કેપેસીટી ધરાવે છે. જેમાં ૫૮.૦૧ લીટર ડીઝલ કઈ રીતે ભરવામાં આવ્યું હતુ. તે તપાસનો વિષય બની ગયો છે.
અંકલેશ્વરની જલારામ નગર સોસાયટીમાં રહેતા રાજેશ મોદીએ ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ અંકલેશ્વર મામલતદારને કરેલી લેખિત ફરિયાદ અનુસાર તેઓનો પુત્ર નિશીત મોદી તા. ૨૯ - ૦૬ - ૨૦૧૯ નાં રોજ સવારે આશરે ૯ઃ૧૫ કલાકે અંકલેશ્વર શહેરનાં વિજય પેટ્રોલપંપ ખાતે ઇનોવા કારમાં ડીઝલ ભરાવવા માટે ગયા હતા.
કારમાં ૮ થી ૧૦ લીટર જેટલું ડીઝલ હતુ. વધુ ડીઝલ ભરાવવા માટે નિશીત મોદીએ ડીઝલનું લોક ખોલીને કારમાંથી ઉતરે તે દરમિયાન ઝીરો રિડીંગ બતાવ્ય વિના ડીઝલ ભરવાનું શરૂ કરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો. ટાંકીમાં ૫૮.૦૧ લીટર ડીઝલ ભરવામાં આવ્યુ હતું, જે જાણીને તેઓને આશ્ચર્ય થયુ હતુ. કારણે કે જો કારમાં ૮ થી ૧૦ લીટર ડીઝલ પહેલાથી જ હતુ. કારની ડીઝલ ટેન્કની કેપેસીટી ૫૫ લીટરની છે તો ૪૫ લીટર ડીઝલ કારમાં સમાય શકે તો ૫૮.૦૧ લીટર ડીઝલ ભરાયુ કેવી રીતે જે તપાસનો વિષય બની ગયો છે.
રાજેશ મોદીનાં જણાવ્યા અનુસાર ઇનોવા કારની ડીઝલ ટેન્કની ૫૫ લીટરની કેપેસીટી છે તો તેમાં ૫૮.૦૧ લીટર ડીઝલ ભરાયુ કઈ રીતે અને કારમાં પહેલાથી ૮ થી ૧૦ લીટર ડીઝલ હતુ તો ૫૮.૦૧ લીટર ડીઝલ ટેન્કમાં ભરાયું કઈ રીતે જે તપાસનો વિષય બની ગયો છે.
પેટ્રોલ પંપનાં કર્મચારીઓને આ અંગે ફરિયાદ કરતા તેઓએ તેમની સાથે ઉધ્ધતાય ભર્યુ વર્તન કર્યુ હતુ. રાજેશ મોદીએ આ અંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ અંકલેશ્વર મામલતદારને ૨૯મી મે એ લેખિતમાં ફરિયાદ કરી હતી પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.