ભરૂચ સબજેલમાં આરોપીનો ગળે ફાંસો ખાઈ આપઘાત
-ચારિત્ર્ય પર શંકા કરી પત્નીની કરી હતી હત્યાઃબી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ તા.25 ડિસેમ્બર 2019 બુધવાર
ભરૂચ સબજેલમાં પત્નીની હત્યા કરનાર આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી હતી.હજુ હમણાં જ અંકલેશ્વરનાં રાજપીપળા રોડ સ્થિત પદમાવતી નગરમાં આશાદેવી નામની પરિણીતાને તેના પતિ દિલદારસિંહ આડા સંબંધની શંકામાં મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જોકે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તુરંત હત્યારા પતિની અટકાયત કરી હતી અને તે ભરૂચની સબજેલમાં કેદ હતો.
દરમ્યાન આજરોજ પત્નીની હત્યા કરનાર આરોપી દિલદારસિંહ આજરોજ સબજેલની બેરેકમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા જેલ સત્તાધીશોમાં નાશભાગ મચી જવા પામી હતી.
બનાવ અંગેની જાણ થતાં જ ભરૂચ બી.ડિવિઝન પોલીસ સબજેલ ખાતે દોડી ગઈ હતી અને મૃતક કેદીના લાશનો કબ્જો મેળવી તેને પોસમોર્ટમ અર્થે ભરૃચ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. સબજેલની બેરેકમાં જ એક કેદીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં સબજેલમાં કેદીની સલામતી અંગે અનેક તર્ક વિતર્કો ઊભા થવા પામ્યા છે.