નબીરપુના કવિઠા -કરમાલી કેનાલ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત
-ચારથી વધુને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા
ભરૂચ તા.28 ડિસેમ્બર 2019 શનિવાર
ભરૂચના નબીરપુર પાસે આવેલા કવિઠા -કરમાલી કેનાલ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા 4 થી વધુ ને ઇજા પહોચતાં 108 દ્વારા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા.
ભરૂચના નબીપુર પાસે આવેલા કવિઠા કરમાલી કેનાલ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો .જેમાં રીક્ષામાં સવાર (1) તારાબેન નારણ વસાવા ,ઉમર 40 . (2) ગીતાબેન સુરેશ વસાવા.ઉમર 38 (3) કલ્પેશ મગન સોલંકી.ઉમર 32 રહેવાસી સમલોડ.(4) સોનુ બેન વસાવા. ઉમર 30.(5) લક્ષ્મીબેન વસાવા .ઉમર 8 .બાકીના તમામ રહેવાસી દભાલી.કાવીઠા થી ડભાલી જતા હતા.
તે દરમિયાન વેગનાર ની કાર જોડે અકસ્માત થયો હતો .જે તમામ મુસાફરોને ઈજા પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે ભરૃચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .જો કે આ અકસ્માતના પગલે વાહન વ્યવહાર ઠપ્પ થઇ જવા પામ્યો હતો .