ભરૂચના વગુસણા પાસે આવેલ ભારતીય ખાધ નિગમની કચેરીમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી
નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
ભરૂચઃ- ભરૂચના વગુસણા પાસે આવેલ ભારતીય ખાધ નિગમની કચેરી ( અનાજના ગોડાઉન) ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ વડોદરાના FCD ના ડીવીઝનલ મેનેજર રામપ્રકાશ, સપ્લાયના મામલતદાર વસાવા, સરપંચ રાજુભાઇ, આગેવાન મનીષભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે FCD ગોડાઉન કેન્દ્ર સરકારના આધિન છે આ ગોડાઉનથી ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના NFSA ના રેશનકાર્ડ હોલ્ડરને આપવામાં આવે છે FCD ધ્વારા કોવિડના સમયમાં કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી.તેમણે ઉપસ્થિત શ્રમયોગીને જણાવ્યું હતું કે પ્રજાજનો નિરોગી રહે તેની ચિંતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી છે. સર્વે સંતુ નિરામયા, નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત લોકોના આરોગ્યની સુખાકારી તેમજ બીનચેપી રોગો માટે સ્ક્રીનીંગથી સારવાર સુધીની આરોગ્યની સુવિધા પુરી પડાશે. દર શુક્રવાર નિરામય દિવસ તરીકે ઉજવાશે. આ યોજના અંતર્ગત તપાસ, દવા વગેરે વિનામુલ્યે આપવામાં આવશે ત્યારે નિરામય યોજનાનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલે ભાઇઓ તથા બહેનો સાથે સીધો સંવાદ કરી મા કાર્ડ, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ,શ્રમિક કાર્ડ અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી સાથે જેનો મહત્તમ લાભ મેળવવા અને આ અંગે કંઇ પણ મુશ્કેલી હોય તો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.
વડોદરાના FCD ના ડીવીઝનલ મેનેજર રામપ્રકાશે કોરોનાની મહામારી દરમિયાન ડીવીઝનલ ઓફિસ વડોદરાના બધા ડેપોમાં કુલ ૧,૭૨,૦૦૦ MT ધઉં તેમજ ૧,૭૨,૦૦૦ MT ચોખાનું દરમહિને ગરીબોને વિતરણ કરવામાં આવ્યું જે ૧૬ માસ સુધી વિતરણ કરાયું હોવાનું જણાવ્યું હતું. FCD ભરૂચથી દર મહિને ૪૫૯૬ MT ધઉં અને ૧૯૭૦ MT ચોખા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આપવામાં આવે છે. ઉતર ભારતના રાજયો જેમ કે પંજાબ, હરિયાણા થી દરમહિને અનાજ ( ધઉં અને ચોખા) રેલ્વે, રોડ, જહાજ ધ્વારા દેશના વિભિન્ન ભાગોમાં પહોંચાડવામાં આવે છે. ખેડૂતો પાસેથી અનાજની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે છે. અનાજનો સંગ્રહ ગોદામોમાં, સાઇલો (SILO) માં કરવામાં આવે છે તેમ જણાવી ભારતીય ખાધ નિગમની કામગીરીના હેતું સમજાવ્યા હતા.