Get The App

આમોદમાં પિત્તળના વાસણો ચમકાવવાને બહાને મહિલાના ગળામાંથી સોનાંની ચેઇન તોડી તસ્કરાે પલાયન

-નગરમાં સીસીટીવી કેમેરા નહીં હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળ્યુ

Updated: Nov 18th, 2019

GS TEAM

Google News
Google News
આમોદમાં   પિત્તળના વાસણો ચમકાવવાને બહાને મહિલાના ગળામાંથી સોનાંની ચેઇન તોડી તસ્કરાે પલાયન 1 - image

આમોદ તા.18 નવેમ્બર 2019 સાેમવાર

 આમોદમાં આજ રોજ બપોરના સમયે   તસ્કરોએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી પલાયન થઈ ગયા હતા. મહિલાની ફરિયાદને આાધારે આમોદ પોલીસે તપાસ હાથ ધરી હતી. 

આમોદમાં ગુનેખોરીનો ગ્રાફ દિવસે દિવસે વધતો જાય છે અને આમોદ પોલીસ જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય તેમ લાગી રહ્યું છે. આમોદના જનતા ચોક વિસ્તાર નજીક  જૈન દહેરાસર પાસે રહેતા મંજુલાબેન ધરમચંદ શાહ પોતાના ઘરે હતા ત્યારે પિત્તળના વાસણ ચમકાવવા માટે ત્રણ યુવાનો આવ્યા હતા .તેમને વાસણ ચમકાવી આપીશું .કહી તેમના હાથમાં સફેદ પાઉડર જેવું લગાડી તેમના ગળામાંથી સોનાની ચેન તોડી પલાયન થઈ ગયા હતા.

આમોદ પોલીસે બજારમાં લાગેલા સીસીટીવી  ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ  ધરી હતી. આમોદના મુખ્ય વિસ્તારોમાં સી સી ટીવી કેમેરા લગાવવા માટે આમોદ વેપારીઓએ અગાઉ મામલતદાર તેમજ આમોદ પાલીકા અને આમોદ પોલીસને લેખિતમાં જાણ કરી હતી. છતાં આમોદમાં સરકાર દ્વારા કોઈ સી સી ટીવી કેમેરા નહીં  લગાવતા ચોરો અને અછોડા તોડ ટોળકીને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે.

આમોદમાં ચોરીના બનાવો પણ વધી રહ્યા  છે .તેમજ ધોળા દિવસે અછોડા તોડવાના બનાવો પણ વધતા હોય આમોદ નગરની  સામાન્ય પ્રજા  ભયભીત બની છે.

Tags :