કોંઢ ગામની સીમમાંથી 6 લાખનો દારૂ ઝડપાયોઃ 6 શખ્સો ફરાર
વાલિયા તા.29 નવેમ્બર 2019 શુક્રવાર
વાલિયા પોલીસે કોંઢ ગામની સીમમાંથી ૬ લાખ ઉપરાંતનો વિદેશીદારૃનો જથ્થો ઝડપી પાડયો હતો.જા ેકે ૬ જેટલાશખ્સો ફરાર થઇ ગયા હતા.
વાલિયા તાલુકાના કોંઢ ગામના અશોક વસાવા,જયેશ વસાવા, અરવિંદ અને અજય વસાવા તેમજ સુફદેવ અને સુનિલ નામના શખ્સોએ ગામની સીમમાં ભૂરી ભેખડ નજીક ઝાડીઓમાં વિદેશીદારૂનો મોટી જથ્થો છુપાવ્યો હોવાની બાતમી વાલિયા પોલીસ મથકના પી એસ આઇ ને મળતા તેઓએ સ્ટાફ સાથે રેડ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આ શખ્સો ફરાર થઇ ગયા હતા.પોલીસે 6 લાખ 600 ની કિંમતના વિદેશીદારૂ ની બોટલ કબ્જે કરી તમામ ફરાર બુટલેગરો વિરુદ્ધ નોંધી તેઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.