ભરૂચ જિલ્લામાં કોરોનાના 26 પોઝિટિવ કેસ , બેના મોત
-ભરૂચ-7, અંકલેશ્વર-11, આમોદ-4,વાલિયા -1, ઝઘડિયા-1,નેત્રંગ-1,જંબુસરમાં-1 કોરોના કેસ
ભરૂચ તા.23 જુલાઇ 2020 ગુરૂવાર
ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં નવા 26 કેસ આવતાં જિલ્લામાં કુલ કેસની સંખ્યા 734 ઉપર પહોંચી છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત નીપજ્યું હતું જ્યારે ભરૃચની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીનું મોત થયું હતું. બન્નેનાં અંતિમ સંસ્કાર ભરૃચમાં કર્યા હતા.
ભરૂચ જિલ્લામાં કોરોના સતત વધી રહ્યો છે.આજે પણ નવા 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા .જેમાં ભરૂચ 7,અંકલેશ્વર 11,આમોદ 4,વાલિયા 1,ઝઘડિયા 1,નેત્રંગ 1,જંબુસર 1 મળી ભરૂચ જિલ્લામાં નવા 26 કોરોના પોઝિટિવ 734 પર પહોંચી ગયો છે .આજે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ગત તારીખ 14/7/20 અશોકભાઈ બચુભાઇ મકવાણા (ઉ.વ.58 )વર્ષ સરનામુંથબી/40 ,અભિષેક સોસાયટી,શ્રવણ ચોકડી,ભરૂચનું અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું .
અંકલેશ્વર ગડખોલ પાટિયા નજીકના સલીમભાઈ ને ભરૃચની સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ શંકાસ્પદ મોત નીપજ્યું હતું જે બન્નેના અંતિમ સંસ્કાર અંકલેશ્વર તરફ નર્મદા નદી પર તંત્ર દ્વારા ઉભું કરવામાં આવેલું કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ભરૃચ જિલ્લામાં સતત કોરોના વકરી રહ્યો છે .જેને નાથવા તંત્ર સદંતર નિષ્ફળ નિવડી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે
ભરૂચમાં સતત કોરોના નું સંક્રમણ વધી રહ્યું હોવા છતાં લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળ્યો છે .ભરૂચમાં સવારથી જ શહેરના તમામ માર્ગો વાહનો રાહદારીઓ અને લોકોથી ભરચક જોવા મળી રહ્યા છે.