Get The App

ભરૂચના 2 સાઇક્લિસ્ટ આંતરરાષ્ટ્રીય સાયક્લિંગ ઈવેન્ટમાં ભાગ લીધો

Updated: Nov 29th, 2021

GS TEAM


Google News
Google News

ભરૂચ: સુરત ખાતે યોજાયેલા Audax india randonneurs (FRANCE) દ્વારા   200 KM. BRM(BREVETS DE RANDONNEUR MONDIAUX) સાયક્લિંગ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લા ના 2 સાઇક્લિસ્ટ અંકલેશ્વર ના નિલેશ ચૌહાણ અને ભરૂચ નાં શ્વેતા વ્યાસ ભાગ લઈ ને સફળતા પૂર્વક 200 KM સાયક્લિંગ પૂણઁ કયુઁ હતું. 

BMR સાયક્લિંગ નાં નિતી નિયમો આંતરરાષ્ટ્રીય સ્તરે એક જ હોય છે જે દરેક સાયક્લિસ્ટે ફરજીયાત તેનું પાલન કરવું પડે છે. જેમાં ભાગ લેનારા સાયક્લિસ્ટે કોઈ પણ પ્રકારની સહાય વગર સાયક્લિંગ કરવાનું હોય છે સાયકલ માં કોઇ પણ પ્રકારની ખામી સર્જાતા સાયક્લિસ્ટે જાતે જ દુર કરવી પડે છે. અને 200 KM સાયક્લિંગ ટોટલ 13.5 કલાક માં એમના રોડ મેપ મુજબ જ પૂણૅ કરવું પડે છે. 

જે ભરૂચ નાં બંન્ને સાયક્લિસ્ટે 10 કલાક 50 મિનિટ માં સફળતા પૂર્વક પૂણૅ કરેલ હતું. શ્વેતા વ્યાસે સાયક્લિંગ દ્વારા 2 વર્ષ માં 30 Kg વજન ઓછું કર્યું છે તથા  નિલેશ ચૌહાણે સાયક્લિંગ દ્વારા કમર નો અસહ્ય દુઃખાવો દુર કર્યો છે.

આ બંને સાયક્લિસ્ટ નો મુખ્ય હેતુ લોકોની સાયક્લિંગ પ્રત્યે જાગૃતતા વધે લોકો સ્વસ્થ જીવન મેળવે તે માટે સતત કાર્યરત રહે છે.

Tags :