Get The App

ભરૂચના તમામ લોકોએ પ્રથમ ડોઝ લીધો, નાગરીક અને તંત્ર બંનેના પ્રયત્નોથી મળી સફળતા

વાલીયામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધીને 12 થઈ

Updated: Dec 2nd, 2021

GS TEAM

Google News
Google News

ભરૂચ: કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દીધી છે. ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળવાના શરૂ થઈ ગયા છે. વાલીયાની એક સોસાયટીના વૈષ્ણવદેવીના દર્શન કરી પરત આવેલા એક જ કુટુંબના પાંચ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જણાયાં હતા. જેમને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ પરિવારે જેટલા લોકોને પ્રસાદી વહેંચી હતી તે લોકોની ચકાસણી કરાતાં વધુ ૭વ્યકિતનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી કોરોના દર્દીઓની સંખ્યા 12 થઈ છે. આ 12 પૈકી 4ર દર્દીઓ ભરૂચ અને સુરતની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત 12 કોરોના પોઝિટિવ લોકો સાથે સંપર્કમાં આવેલા 87 લોકો હાલમાં હોમ કોરોન્ટાઈનમાં છે.

એક બાજુ કોરોના માથુ ઉંચકી રહ્યો છે તે ચિંતાજનક વાત સામે આવી છે. પરંતુ બીજીબાજુ રાહત આપતા સમાચાર પણ મળ્યા છે. જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર દ્વારા 100 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવાનો લક્ષ્યાંક પુરો કરાયો છે. જવાબદાર નાગરીકો અને કર્મઠ વહીવટી કર્મચારી અને અધિકારીઓના સંયુક્ત પ્રયાસથી  આ સફળતા મળી છે. ગુજરાત સરકાર દ્વારા 1268852 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવા મટે લક્ષ્યાંક અપાયો હતો જેની સામે વહીવટીતંત્ર દ્વારા 1269000 લાખ લોકોને પહેલો ડોઝ આપી લક્ષ્ય સિધ્ધ કરાયો છે જેના માટે વહીવટીતંત્રની કામગીરીને નગરજનો બિરદાવી રહ્યા છે.