Baroda

ગોત્રીમાં યુવકની જાહેરમાં હત્યાના બનાવમાં હત્યારાનો વીડિયો વાયરલ..લખને કહેલું મર્ડર કર,હું છોડાવીશ

By GS Team
7 Nov 20262 mins read
TukuTouch Logo
ગોત્રી વિસ્તારમાં યુવરાજસિંહ ડોડીયાની જાહેરમાં થયેલી હત્યા બાદ એક ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં હત્યારો જય ઉર્ફે ટીંકુ શાહુ, લખન નામના વ્યક્તિએ તેને હત્યા કરવા જણાવ્યું હોવાનું કહી રહ્યો છે. પોલીસે આ ઓડિયોની ગંભીર નોંધ લીધી છે. ફોરેન્સિક અને સાયબર સેલની મદદથી ઓડિયોની સત્યતા, બનાવટનો સમય અને વાયરલ કરનાર અંગે સઘન તપાસ શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રીમાં યુવકની જાહેરમાં હત્યાના બનાવમાં હત્યારાનો વીડિયો વાયરલ..લખને કહેલું મર્ડર કર,હું છોડાવીશ

ગોત્રી વિસ્તારમાં જાહેરમાં યુવકની થયેલી હત્યાના બનાવ બાદ હત્યારાના નામનો એક ઓડિયો વાયરલ થતાં પોલીસે તેની ગંભીર નોંધ લઇ ઓડિયો કોણે અને કેવી રીતે વાયરલ કરી છે તેમજ તેમાં સાચું શું છે તેની તપાસ માટે એક ટીમ બનાવી છે.
ગોત્રીના બંસલ મોલ પાસે ત્રણ દિવસ પહેલાં ચાની લારી પર યુવરાજસિંહ ડોડીયા નામના યુવકની તેના જ માસીયાઇ ભાઇ જય ઉર્ફે ટીંકુ શાહુ અને ગોત્રીમાં ભુવાજી તરીકે ઓળખાતા તેના મિત્ર પ્રદીપ જાદવે અગાઉની અદાવત રાખી હત્યા કરી હતી.જેમાં પ્રદીપે યુવરાજને પકડી રાખ્યો હતો અને જયે છાતીમાં ઘા ઝીંક્યો હતો.ડીસીપી મંજીતા વણઝારાએ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડયા હતા અને કોર્ટે તેમને તા છઠ્ઠી સુધી રિમાન્ડ આપ્યા હતા.
ઉપરોક્ત બનાવમાં તમામ પુરાવા એકત્રિત થઇ ગયા છે ત્યારે એકાએક એક ઓડિયો વાયરલ થઇ છે.જેમાં વાત કરનાર વ્યક્તિ જય હોય તેમ મનાય છે.આરોપી કહી રહ્યો છે કે લખને મને મંદિર બોલાવ્યો હતો અને મર્ડર કરવા માટે કહ્યું હતું.જેથી મર્ડર કર્યા પછી મેં સ્ટેશને જઇ તેને ફોન કરતાં તેણે તમને છોડાવી દઇશ,વકીલને વાત કરીશ..તેમ કહ્યું હતું.
જો કે ઓડિયોમાં સામે પક્ષે કોણ વાત કરે છે તે સ્પષ્ટ થતું નથી.વાત કરનાર વ્યક્તિ એક પક્ષે વાત કરી રહી છે અને મર્ડરના બનાવની તપાસ લગભગ પૂરી થઇ ગયાપછી ઓડિયો વાયરલ થતાં પોલીસે તેની ગંભીર નોંધ લીધી છે.પીઆઇ એચબી ચાવડાએ કહ્યું હતું કે,ઓડિયોમાં સાચું શું છે,ક્યારે બનાવી છે,કોણે બનાવી અને ક્ેવીરીતે વાયરલ થઇ તેની તમામ તપાસ કરવા માટે ફોરેન્સિક અને સાયબર સેલની મદદ લેવામાં આવી છે.