વડોદરા: કેનેડાની હોસ્પિટલમાં નોકરી અપાવવાનું કહી છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: કેનેડાની હોસ્પિટલમાં કેશીયરની નોકરી અપાવવાનું કહી છેતરપિંડી કરનાર ભેજાબાજ સામે વધુ એક ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
વારસિયાની એસ.કે.કોલોનીમાં રહેતા દિપાબેન નરેશભાઇ ફુલવાનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નવેમ્બર - ૨૦૨૧ માં મારી દીકરી ઉષાને કેનેડા નોકરી પર જવાનું હતું.તે અંગેની વાત ઉષાની ટયુશન ક્લાસની શિક્ષિક શીતલ ફિલિપ્સ (રહે.અવસર ફ્લેટ, પ્રતાપગંજ) ને કરી હતી. શીતલે અમારો સંપર્ક સેલ્વીન મેકવાન ઉર્ફે લીયો ક્રિશ્ચન સાથે કરાવ્યો હતો. તેણે મારી દીકરીને કેનેડાના વર્ક પરમિટ વિઝા કાઢી આપવાનું તેમજ હોસ્પિટલમાં કેશિયરની નોકરી અપાવવાનું કહ્યું હતું. જેનો ખર્ચ સાડા છ લાખ રૃપિયા કહ્યો હતો. અમે કુલ 4.20 લાખ આપ્યા હતા. સેલ્વીને વોટ્સએપ પર માઉન્ટ સિનાઇ હોસ્પિટલનો ઓફર લેટર મોકલી આપ્યો હતો. તે લેટર મારા પતિએ તેમના મિત્રને ચેક કરવા માટે આપતા તે ખોટો હોવાનું જણાઇ આવ્યું હતું. સેલ્વીને અમને ટૂકડે - ટૂકડે અઢી લાખ આપી દીધા હતા. જ્યારે 1.70 લાખ પરત આપ્યા નહતા.ચાર મહિના અગાઉ સેલ્વીન કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો.




