Baroda

વડોદરામાં આગની બે ઘટના: ગોત્રીમાં સાડીની દુકાનમાં આગ લાગતા નાસભાગ, અકોટાના ફ્લેટમાં આગ લાગતાં ત્રણનું રેસ્ક્યુ

By GS Team
23 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં આગના 2 બનાવોમાં ફાયર બ્રિગેડે 3 વ્યક્તિઓને બચાવ્યા. અકોટાના સૃષ્ટિ ફ્લેટ્સમાં રાત્રે ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જેના ધુમાડા ઉપરના માળે ફેલાતા લોકોમાં ગભરાટ થયો હતો. દાંડિયા બજાર ફાયર ટીમે 3ને રેસ્ક્યુ કર્યા. આજે સવારે ગોત્રી વિસ્તારમાં સાડીની દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી હતી, જેને છાણી ટીપી 13 ટીમે કાબુમાં લીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં આગની બે ઘટના: ગોત્રીમાં સાડીની દુકાનમાં આગ લાગતા નાસભાગ, અકોટાના ફ્લેટમાં આગ લાગતાં ત્રણનું રેસ્ક્યુ

Vadodara: વડોદરાના જુદા જુદા વિસ્તારમાં આગ લાગવાના બે બનાવ બનતા ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ જણાનું રેસક્યુ કરવામાં આવ્યું હતું.

અકોટા વિસ્તારમાં આવેલા સૃષ્ટિ ફ્લેટ્સ માં ગઈકાલે રાત્રે એક ફ્લેટમાં એસી માં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગતા અંદર હાજર બે વ્યક્તિ બહાર દોડી ગઈ હતી. આગને કારણે ઉપરના ફ્લોરમાં પણ ધુમાડા છવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમે ઉપરના માળેથી ત્રણ જણાનું રેસ્ક્યુ કરી આગ કાબુમાં લીધી હતી.

આજે સવારે આગનો બીજો એક બનાવ ગોત્રી વિસ્તારમાં બન્યો હતો. જેમાં સાડીની દુકાનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી. આગના ધુમાડા ચારે બાજુ છવાતા લોકોમાં ગભરાટ મચ્યો હતો. બનાવ અંગે છાણી ટીપી 13 ની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.