Baroda

ટ્રાફિક પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ડમ્પર ચાલક સહિત બેની ધરપકડ

By GS Team
24 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં 21મીએ સવારે 8:30 વાગ્યે તરસાલી બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે પાસ-પરમિટ વગરના ડમ્પરને રોક્યું હતું. ચાલક રમેશ રાવતે ઓળખીતા મેહુલ ભરવાડને બોલાવ્યો હતો. મેહુલે "હું મેહુલ ભરવાડ છું, કોઈની તાકાત નથી કે મારી ગાડી જમા કરે" કહી રોફ જમાવી, ડમ્પર ચાલકને પોલીસ પર ગાડી ચડાવવા ઉશ્કેર્યો હતો. પોલીસે રમેશ રાવત અને મેહુલ ભરવાડની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રાફિક પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ડમ્પર ચાલક સહિત બેની ધરપકડ

Vadodara Police : ગત તારીખ 21મી એ બુધવારના રોજ સવારે આશરે 08:30 વાગ્યાના સુમારે ટ્રાફિક શાખા (પૂર્વ)ના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એસ.ચૌધરી અને તેમના સ્ટાફ સાથે તરસાલી બ્રિજ નીચે પોઇન્ટ ચેક કરી રહ્યા હતા. આ દરમિયાન તરસાલી ચેકપોસ્ટ આગળથી એક ડમ્પર શહેર વિસ્તારમાં પ્રવેશતું જણાયું હતું.
ડમ્પર ચાલક રમેશભાઈ પર્વતસિંહ રાવત (ઉંમર 41, રહે. કેળ ફળિયું, મિઢાલી, તા.શહેરા, જી.પંચમહાલ) પાસે પ્રવેશ માટેનું પાસ કે પરમિટ ન હતું. આ દરમિયાન ચાલકે પોતાના ઓળખીતા મેહુલ ભરવાડને ફોન કરીને બોલાવ્યો હતો. મેહુલ ભરવાડ સ્થળ પર આવી પહોંચ્યો હતો.
પોલીસે વાહન ડીટેન કરવાની વાત કરતા જ મેહુલ ભરવાડ ઉશ્કેરાઈ ગયો હતો અને “હું મેહુલ ભરવાડ છું, કોઈની તાકાત નથી કે મારી ગાડી જમા કરે” તેમ કહી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ડમ્પર ચાલકને પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવી દેવાની ઉશ્કેરણી કરી હતી. આ ગુનામાં મકરપુરા પોલીસે ડમ્પર ચાલક રમેશ ઉર્ફે લાલો પર્વતભાઈ રાવત (રહે-મુરલીપુરા ગામ, તાલુકો વાઘોડિયા) તથા મેહુલ તોગાભાઈ ભરવાડ (રહે-નેહરુચાચા સોસાયટી, આજવા રોડ)ની ધરપકડ
કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.