Baroda
બસમાં ચઢવા જતી મહિલાનો અછોડો લૂંટી સ્કૂટર પર ભાગેલી ત્રિપુટી પકડાઇ
By GS Team
24 Nov 20261 min read
છાણી બસસ્ટેન્ડ પાસે મહિલાનો દોઢ તોલાનો અછોડો લૂંટનાર ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી છે. ગત 16મીએ ઇલાબેન પ્રકાશભાઇ છાણી જકાતનાકાથી બસમાં ચઢતી વખતે ભીડનો લાભ લઇને ગઠિયાઓ અછોડો તોડી ફરાર થયા હતા. ક્રાઇમ બ્રાન્ચ અને છાણી પોલીસે 150થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી વિજય, વિશાલ અને અજય નામના આરોપીઓને ચેઇન અને સ્કૂટર સાથે ઝડપી પાડ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

છાણી બસસ્ટેન્ડ પાસે એક મહિલાનો અછોડો લૂંટનાર ત્રિપુટીને પોલીસે શોધી કાઢી છે.
નિઝામપુરામાં રહેતા ઇલાબેન પ્રકાશભાઇ ગઇ તા.૧૬મીએ લગ્ન પ્રસંગે જવા માટે છાણી જકાતનાકા પાસેથી ફાગવેલ જતી બસમાં ચઢતા હતા ત્યારે ભીડનો લાભ લઇ કોઇ ગઠિયો તેમનો દોઢ તોલોનો અછોડો લૂંટી ગયો હતો.
બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચ,છાણી પોલીસ સહિતની ટીમો કામે લાગી હતી અને ૧૫૦થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ પોલીસે અછોડો તોડી સ્કૂટર પર ફરાર થયેલા વિજય બેચરભાઇ દેવીપૂજક,વિશાલ કિશોરભાઇ પાટીલ અને અજય ભરતભાઇ દંતાણીયા (ત્રણેય રહે.ખોડિયાર નગર,ડીમાર્ટ પાસે)ને ઝડપી પાડી ચેઇન અને સ્કૂટર કબજે લીધા છે.