Baroda

વડોદરાની વિક્ટોરિયા વિઝન કંપનીની સંચાલિકા હજુ ફરાર

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં વિક્ટોરિયા વિઝન નામની વિઝા કન્સલ્ટન્ટ કંપનીની સંચાલિકા શ્રેયાંસી જોષી સામે મહારાષ્ટ્રના યુવક સાગર પુજારીને તાઈવાનમાં નોકરી અપાવવાના બહાને 5.70 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. યુવકને નોકરી ન મળતા ગેરકાયદે રહેવું પડ્યું હતું. શ્રેયાંસીએ ધમકી આપી અને ત્યારબાદ ફરાર થઈ ગઈ છે. પોલીસે શોધખોળ કરી રહી છે, પરંતુ તે હાથ લાગી નથી અને આગોતરા જામીન પણ નામંજૂર થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની વિક્ટોરિયા વિઝન કંપનીની  સંચાલિકા હજુ ફરાર

વડોદરાની વિક્ટોરિયા વિઝન નામની વિઝા કન્સલ્ટન્ટ કંપનીની ભેજાબાજ મહિલા સામે ફરિયાદ નોંધાતા જ તે ફરાર થઇ ગઇ હતી. પોલીસે તેને ઝડપી પાડવા માટે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. પરંતુ, હજુ તે પકડાઇ નથી.
મહારાષ્ટ્રના યુવક સાગર સુંદરભાઇ પુજારીએ વારસિયા પોલીસને જણાવ્યું હતું કે, વડોદરામાં ન્યુ વી.આઇ.પી. રોડ બેન્કર હોસ્પિટલની બાજુમાં, બાલાજી વિંગમાં આવેલી વિક્ટોરિયા વિઝન કંપનીના માલિક શ્રેયાંસી જોશીની વાતોમાં આવીને ૫.૭૦ લાખ ચૂકવી તાઇવાન ગયો હતો.પરંતુ, ત્યા ંમને નોકરી અપાવી નહતી અને ગેરકાયદે રીતે રહેવા મજબૂર કર્યો હતો. મેેં શ્રેયાંસીને લિગલ એક્શન લેવાની વાત કરી ત્યારે તેણે એવી ધમકીભર્યો મેસેજ ફોરવર્ડ કર્યો હતો કે, મારા પૈસા પાછા નહીં આપે અને ઇન્ડિયા આવીને બતાવ. ત્યારબાદ એરપોર્ટ પર સરંડર થઇ હું પરત આવ્યો હતો. વારસિયા પોલીસે શ્રેયાંસી યોગેશભાઇ જોશી (રહે.પરિમલ સોસાયટી, વિનય સોસાયટી, આજવારોડ) ની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, ઓફિસ અને ઘરે તપાસ કરતા તે મળી આવી નથી. દરમિયાન શ્રેયાંસી જોશીએ આગોતરા જામીન મેેળવવા કોર્ટમાં અરજી કરતા તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે, આરોપીને નોટિસ આપવા છતાંય હાજર થયેલ નથી. બંને પક્ષની રજૂઆતો સાંભળી અદાલતે આગોતરા જામીન અરજી પણ નામંજૂર કરી હતી. વારસિયા પી.આઇ.એ જણાવ્યું છે કે, શ્રેયાંસીને પકડવા માટે ેતના સંભવિત આશ્રય સ્થાનો પર તપાસ ચાલી રહી છે. પરંતુ, હજુ તે પકડાઇ નથી. ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં સોલિસિટર તરીકે પોતાની ઓળખ આપનાર વિનીત શાહ પણ હજુ પકડાયો નથી.