Baroda

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર અકસ્માત થતાં LPG ટેન્કર લીકેજ થયું, હાઇ-વે બંધ કરાયો

By GS Team
19 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર આજે પરોઢિયે 4 વાગ્યે દહેજથી જયપુર જતી LPG ટેન્કરને દૂધના ટેન્કરે ટક્કર મારતા વાલ્વ લીકેજ થયો હતો. નંદેસરી પાસે બનેલી આ ઘટનાથી ગેસ લીકેજ થતાં મોટા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. નંદેસરી પોલીસ અને વડોદરા ફાયરબ્રિગેડે હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરાવ્યો છે, જેથી અનેક વાહનચાલકો અટવાયા છે. 8 કલાકથી વધુ સમયથી લીકેજ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર અકસ્માત થતાં LPG ટેન્કર લીકેજ થયું, હાઇ-વે બંધ કરાયો

Vadodara : મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર આજે પરોઢિયે ચારેક વાગે અકસ્માતના બનાવ બાદ એલપીજી ટેન્કર લીકેજ થતા દિલ્હી મુંબઈ હાઇવેનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ દહેજથી જયપુર જવા માટે નીકળેલી એલપીજી ગેસ ભરેલું ટેન્કર વડોદરાના નંદેસરી પાસેથી પસાર થતું હતું ત્યારે પાછળથી આવતી દૂધની ટેન્કર ધડાકાભેર ભટકાતા ટેન્કરના પાછળના ભાગેથી વાલ્વ લીકેજ થયો હતો અને ચારે બાજુ ગેસ ફેલાયો હતો.
ગેસને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની શકયતા હોવાથી નંદેસરી પોલીસ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીપી-13 ની ટીમ આવી ગઈ હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી સવારથી હાઇવેનો વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો.
વાહન વ્યવહાર બંધ થવાને કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા અને તેમને લાંબુ અંતર કાપીને પરત ફરવાની ફરજ પડી હતી. બનાવના આઠ કલાક પછી પણ વાહન વ્યવહાર શરૂ થયો નથી. ટીપી 13 ના સ્ટેશન ઓફિસર કિરણ બારીયાએ કહ્યું હતું કે ટેન્કરનું લીકેજ ચાલુ છે અને નજીક જઈને આ લીકેજ બંધ કરવું પણ જોખામી છે. જેથી ટેન્કર ખાલી થાય તેની રાહ જોઈ રહ્યા છીએ.