Baroda

કરજણના કંડારી હાઇવે પર વાહનની અડફેટે આવી ગયેલા દીપડાનું મોત

By GS Team
24 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં દીપડાના મોતનો સિલસિલો યથાવત છે. કરજણ હાઈવે પર કંડારી ગામ નજીક ગતરાત્રિએ એક દીપડો રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. આ સાથે જિલ્લામાં મૃત્યુ પામેલા દીપડાઓની સંખ્યા 8 થઈ ગઈ છે. વન વિભાગે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કરજણના કંડારી હાઇવે પર વાહનની અડફેટે આવી ગયેલા દીપડાનું મોત

વડોદરા જિલ્લામાં દીપડાના મૃત્યુના બનાવો વધી રહ્યા છે.અત્યાર સુધીમાં આઠ જેટલા દીપડાના મોત થયા હોવાના બનાવ સામે આવ્યા છે ત્યારે કરજણ હાઇવે પર ગઇરાત્રે વાહનની અડફેટે આવી ગયેલા એક દીપડાનું મોત થયું હોવાનો બનાવ બન્યો છે.
કરજણ તાલુકામાં નારેશ્વર,અભરા, મેથી,કંડારી,પિંગલવાડા સહિતના અનેક ગામોમાં દીપડો વારંવાર દેખાતો હોય છે અને મારણ કરતો હોવાનો પણ બનાવો બની રહ્યા છે.
જે દરમિયાન ગઇરાત્રે કંડારી ગામ પાસે ગેસ પંપ સામે ગઇરાત્રે એક દીપડો રોડ ક્રોસ કરતો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાં ફોરેસ્ટ અને પોલીસની ટીમો દોડી આવી હતી.
બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક પણ જામ થયો હતો.દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવાની તજવીજ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેની અંતિમ વિધિ કરવામાં આવશે.નોંધનીય છે કે અગાઉ પણ કરજણના મેથી અને પોર પાસેના સરાર ગામે બે દીપડાના મોત થયા હતા.